સામાજિક વનીકરણ રેંજ મુન્દ્રા દ્વારા વન્યપ્રાણી સપ્તાહ ઊજવણી કરાઇ

આજરોજ સામાજીક વનીકરણ રેન્જ મુંદ્રા દ્વારા આર.ડી.હાઈસ્કૂલ મુંદ્રા ખાતે તથા પ્રાથમિક શાળા વિરાણીયા ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત વિરાણીયા ખાતે પ્રાથમિક શાળાના વિધાર્થીઓને અર્બન ફોરેસ્ટની મુલાકાત કરાવવામાં આવી અને વિધાર્થીઓને વન્યપ્રાણીઓ વિશે સમજ આપી ત્યારબાદ વન્યપ્રાણી વિશે પ્રશ્નોતરી કરી ત્રણ વિધાર્થીઓને પ્રોત્સાહક ઈનામ વિતરણ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર આઈ.જે મહેશ્વરી, વનપાલ એચ.આર. ડાંગર વી.કે સવાણી, વિરાણીયા સરપંચશ્રી શક્તિસિંહ જાડેજા આર.ડી.હાઈસ્કૂલ મુંદ્રા, વિરાણીયા પ્રાથમિક શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા.