સામત્રા અને કપુરાશીમાં જુગાર રમતા ૧પ ખેલી પકડાયા

0

ભુજ : ભુજ તાલુકાના સામત્રા અને લખપતના કપુરાશી ગામે જુગાર રમતા ૧પ ખેલી પકડાયા હતા. જેઓ પાસેથી રોકડ સહિત પ૮ હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. સામત્રા ગામે જુગાર રમતા ખેલીઓને માનકુવા પોલીસે રોકડા રૂા.ર૧,પ૬પ અને મોબાઈલ મળી કુલ ૩૬,૬૬પના મુદ્દામાલ સાથે પકડ્યા હતા. જેમાં ઉમરસંગજી લઘુજી વાઘેલા, મહોબતસિંહ સામતસિંહ સોઢા, વનરાજસિંહ હેમુભા જાડેજા, વિનુભા ખીમુભા જાડેજા, ગુલાબસિંહ વેલુભા જાડેજા, કેશરીસિંહ હેમુભા જાડેજા, કુંવરજી કેશરા વરસાણી અને હિતુભા હેમુભા જાડેજાનો સમાવેશ થાય છે. જ્યારે લખપતના કપુરાશી ગામે શિવ મંદિરની પાછળ જુગાર રમતા ૭ ખેલીને નારાયણ સરોવર પોલીસે ૧૧,૩પ૦ની રોકડ અને મોબાઈલ સહિત પકડ્યા હતા. જેમાં પ્રહલાદ હિતેશભાઈ વ્યાસ, સવાઈ કુંવરજીભાઈ બ્રાહ્મણ, પ્રહલાદ શંકરભાઈ બ્રાહ્મણ, સુરેશભાઈ મહેશભાઈ બ્રાહ્મણ, ઉતમ પુરાજી બ્રાહ્મણ, મહેશ બાબુલાલ કોળી, ચંદ્રેશ નરભાજી કોળીનો સમાવેશ થાય છે.