સામખીયાળીની હાઈવે હોટલોમાં લંગરીયાકાંડ : વિજિલન્સ ત્રાટકીઃ – તો કચ્છના વીજતંત્રના અધિકારીઓ કેમ રહ્યા કુંભકર્ણિનીંદ્રામાં..?

  • ઈન્જીનીયર કક્ષાના અધિકારીઓ અંધારામાં કે મીલીભગત ?

હાઈવે પરની ૩૯ હોટલોમાં વીજચેકિંગ, ૧૧માંથી ૫૦ લાખની ગેરરીતિ વડોદરાની ટીમે ઝડપી દેખાડી : – હોટલો ઉપરાંત ભચાઉમાં ૭૮ વીજ જોડાણોની તપાસ કરાતા ૧૯માંથી લાખોની ઝડપાઈ વીજ ચોરી : વડોદર બેઠેલી વિજિલન્સની ટીમને ગાંધીધામ-ભચાઉ વિસ્તારમાં ચાલી રહેલા વીજચોરીના કારસ્તાનોની માહીતીઓ મળી જાય તો કચ્છના સ્થાનિકના વીજતંત્રના અધિકારીઓને કેમ ન મળે?

ભચાઉ અને ચોબારી પટ્ટામાં તો અગાઉ આખેઆખા ટ્રાન્સફોર્મર જ બારોબારના ઉભા કરી દઈ અને વીજતંત્ર તથા સરકારને લાખોના ચુના લગાડી ચુકયાની ઉજાગર થઈ ચૂકી છે સત્તાવાર ફરીયાદો : આવા કારસ્તાનો વીજતંત્રના નાયબ ઈજનેરોની મીલીભગત વિના થાય જ કેવી રીતે?

વીજળીની સાથોસાથ હાઈવે હોટલો વાળા પાણીની પણ આડેધડ કરી રહ્યા છે ચોરી, જો પાણીનું પણ ચેકીગ ગુજરાત કક્ષાની ટુકડી દ્વારા આવે તો હોટેલવાળાઓ સાથોસાથ પાણી પુરવઠા બોર્ડના ભ્રષ્ટ બાબુઓની પણ પોલમપાલ ખુલે

ગાંધીધામ : કચ્છમાં મોટા પાયે વીજ ચોરી કરવામાં આવે છે. સમયાંતરે રાજય સ્તરેાથી વિજીલન્સની ટીમો દ્વારા તેનો પર્દાફાશ કરવામાં આવતો રહ્યો છે ત્યારે તાજેતરમાં જ વધુ એક વખત વડોદરાની વીજીલન્સની ટીમોએ પૂર્વ કચ્છમાં ૩૯ હોટલમાં ચેકિંગ કરી ૧૧માંથી ગેરરિતી ઝડપી પાડી હતી. એકલા ભચાઉ શહેરમાંથી વધુ ૪.૫૦ લાખની વીજ ચોરી ઝડપાઈ હતી.કચ્છ જિલ્લાની હાઈવે પર આવેલી હોટલોમાં મોટા પાયે વીજ ચોરી કરાતી હોવાની બાતમીના આાધારે વડોદરાની વિજિલન્સની ટીમો ત્રાટકી હતી. ચેકિંગ ટુકડીઓએ ૩૯ હોટલમાં ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાંથી ૧૧ હોટલમાંથી ગેરરિતી પકડાઈ હતી. આવી હોટલોના વીજ કનેકશન કટ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. નોધનીય છે કે, રાત્રીના ભાગે વડોદરા વીદ્યુત બોર્ડની વીજીલન્સ ટીમે અચાનક ચકાસણી હાથ ધરતાં હાઈવે હોટલો પર સોપો પડી ગયો હતો.વડોદરાની વીજતંત્રની વિજિલન્સને ભચાઉ અને સામખીયાળીની હેાટેલોમાં કેવી રીતે વીજચોરી કરવામા આવી રહી છે તેની રજેરજની માહીતીઓ મળી જતી હોય તો કચ્છમાં વીજતંત્રના અધિકારીઓ કેમ અંધારામાં રહી જાય? આવો સવાલ પણ સહેજ સહેજે થવા પામી શકે તેમ છે. કચ્છમાં વિજતંત્ર પાસે તપાસણી, ચકાસણી કે સરપ્રાઇઝ વિઝીટ કરવાની કોઈ વ્યવસ્થાઓ જ નથી? કે તેઓ પાસે સ્ટાફનો ખોટ છે યા તો પછી તેઓની ઈચ્છાશકિતનો છે અભાવ?હાઈવે હેાટેલો મોટાપાગે પરવાનાથી માંડીને બધુ જ બારોબાર જ મેળવીને સરકારને રીતસરના ચુના જ ચોપડી રહી હોવાનુ મનાય છે. અહી કચ્છનુ તંત્ર પણ આ કામગીરી કરી જ શકતુ હતુ. વહોટલોની નજીકમાથી પસાર થતી લાઈનોમાંથી જ કનેકશન મેળવી લેતી હોય છે. આ પ્રકારની ચોરીઓ સ્થાનિક અધિકારીઓની અજાણતાથી કરવી શકય જ નથી હોતી.

હજુ’ય માળીયા સુધીની હાઈવે હોટલો પર સ્થાનિકનું તંત્ર ત્રાટકી દેખાડે..?

ગાંધીધામ : વિજિલન્સની ટુકડી આવી અને પ૦ લાખની વીજચોરી ઝડપી ગઈ તથા સ્થાનિક વીજતંત્રનુ નાક પણ વાઢતી ગઈ તે વાત તો થઈ પુરી. પરંતુ હવે જાગ્યા ત્યારથી સવારના તાલે હજુય પણ વરસાણાથી ગાંધીધામ અને સામખિયાળીથી માળીયા સુાધીમાં આવેલી હાઈવે હોટલો પર પણ આ રીતેની તપાસ થાય તો વીજ તંત્રને કરોડોના ખાડામાં ઉતારી દેનાર કઈકના પગ તળે રેલો આવી શકે તેમ છે.