સામખીયારી ચાર રસ્તા પાસે બમ્પ બનાવો

ગાંધીધામઃ સામખીયારીથી મોરબી તરફ ચાર રસ્તા પર મોટા ટ્રાફીક સર્જાય છે. અહીં સામખીયારી ગામ મધ્યે આજુબાજુના ગામડાના લોકોનું સતત ચોવીસ કલાક અવર જવર રહેતો હોઈ જેથી ટ્રાફીક થાય છે જેના કારણે ભયંકર અકસ્માત થાય છે અને આ અકસ્માતના કારણે અનેક લોકોના મૃત્યુ થયેલ છે. આ ચાર રસ્તા ઉપર ગુજરાતમાં મોટામાં મોટો ટ્રાફીકનો અવર જવર રહેતો હોઈ જેથી ત્યાં વાહનો ઝડપે ક્રોસ થતાં હોઈ અવાર નવાર મોટા અસંખ્ય અકસ્માતો થાય છે જેના કારણે આ ચાર રસ્તા ઉપર અસંખ્ય લોકોના અકસ્માતમાં મૃત્યુ પામેલ છે. જેથી સિદ્ધી વિનાયક પેટ્રોલીયમથી ચામુંડા હોટલ સામખીયારી સામે અવોલ મોરબી ચાર રસ્તા ઉપર તાત્કાલીક ધોરણે બમ્પ નાખવા શેરમામદ હુસેન રાયમાની યાદીમાં જણાવાયું છે.