સામખીયારી-અખિલ ભારતીય વૈદિક સંમેલનમાં સમરસ્તાનું વાતાવરણ ઉભુ થયું

વૈદિક સંમેલનમાં  ગાયો માટેની પણ વક્તાઓ દ્વારા ચિંતા કરવામાં આવી

ગાંધીધામ : સામખીયારીમાં સંત સંધ્યાગીરી બાપુ સંસ્કૃત વેદ વિદ્યાલય અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા ચાલી રહેલા વૈદિક સંમલેનમાં આજ સમરસ્તાનું વાતાવરણ ઉભું થયું હતું. જેમાં વૈદિક વાતો સાથે મામૈયાદેવની વાણી પણ શ્રોતાઓએ સાંભળી હતી. અખિલ ભારતીય વૈદિક સંમેલનમાં આજ સંમેલનના બીજા દિવસે વૈદ પાઠી અને સંસ્કૃતના નિષ્ણાંત પંડિતો દ્વારા વેદોમાં ગાયોનું મહત્વ પર જણાવ્યું હતુ કે ગાયનું દુધ પૃથ્વી પરનું અમૃત છે.
આપણા ભારત દેશમાં અંગ્રેજાના આગમન બાદ જ ગાયોની હત્યા થઈ રહી છે. કોઈપણ યજ્ઞ ગાયના દુધ, દંહી, ઘી વગર શકય નથી. પંચામૃત શ્રેષ્ઠ છે. ગાયની સેવામાં જ જગત ઉન્નતિ છે. ગાયની સેવાથી ભુ મંડલનું કલ્યાણ થાય છે. સંત મુકતાનંદજી મહારાજે પણ ગાય તો ઘેર ઘેર શોભે પાંજળા પોળોમાં નહી.
અખિલ ભારતીય વૈદિક સંમેલનમાં સમરસ્તાની વાત કરવામાં આવી હતી. જેમાં ગાંધીધામના કાનજીભાઈ મહેશ્વરીએ ખુબ ઉંડાણ પૂર્વક વૈદની વાણીને કઈ રીતે મામૈયાદવે પોતાની વાણીમાં વર્ણાવી છે. તે વાત કહી હતી. મામૈયા દેવની વાણીમાં જે આગમવાણી છે. તે વેદ પર જ આધારીત છે તે જણાવ્યું હતુ. કાર્યક્રમનાં ત્રીજા દિવસે પૂર્ણાહુતિ સમારોહમાં કર્ણાટકના મહામહી રાજયપાલ વજુભાઈ વાડા પધારશે.કાર્યક્રમને સફળ બનાવવામાં વિપુલભાઈ શાસ્ત્રી, પ્રગ્નેશભાઈ શાસ્ત્રી, મોમાયાભા ગઢવી, વિકાસભાઈ રાજગોર, મુળજીભાઈ મોતા, ગોવિંદભાઈ પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે.
સંસ્થાના ટ્રસ્ટી બાબુભાઈ હુંબલ, તેમજ કેશવજીભાઈ ગાલા, પ્રભુભાઈ ઠકકરના હસ્તે વકતાઓના સન્માન થયા હતા. અવિનાશભાઈ શાસ્ત્રી અને અશોકભાઈશાસ્ત્રી દ્વારા કાર્યક્રમનું સંચાલન કરાયું હતું.