સામખિયાળી હાઈવે પરથી કારમાં ૧.૧૭ લાખના શરાબ સાથે એકની ધરપકડ

સામખિયાળી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી કાર સહિત ૬.રર લાખનો મુદ્દામાલ કર્યો કબજે

ભચાઉ : તાલુકાના સામખિયાળી માળીયા નેશનલ હાઈવે પરથી વોક્સવેગન કારમાંથી સામખિયાળી પોલીસે ૧.૧૭ લાખના શરાબ સાથે જામનગરના એક શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે કારમાં ભરાયેલી શરાબની ૩૧ર બોટલ સહિત કુલ ૬.રર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે.આર.મોથલિયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલની સૂચનાને પગલે સામખિયાળી પોલીસનો સ્ટાફ દારૂ-જુગારની બદીઓને નેસ્ત-નાબૂદ કરવા પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સામખિયાળીના પીએસઆઈ વી.જી.લાંબરિયાને મળેલી બાતમી હકીકતના આધરે સામખિયાળી-માળિયા નેશનલ હાઈવે પરથી જીજે૦૩-એફડી-ર૪૬૧ નંબરની વોક્સવેગન કારને અટકાવીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબની ૩૧ર નંગ બોટલ કિંમત રૂા.૧,૧૭,૦૦૦ મળી આવી હતી. પોલીસે કારની સાથે જામનગરમાં રહેતા આરોપી સમીર નુરમામદ અબ્બાસભાઈ જુણેજાની ધરપકડ કરી હતી. આરોપી વિરૂદ્ધ સામખિયાળી પોલીસ મથકે વિધિવત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે. આ કામગીરીમાં સામખિયાળી પીએસઆઈ વી.જી.લાંબરીયા, પોલીસ કોસ્ટેબલ મહિપાલસિંહ, કેતનભાઈ, જયકિશનસિંહ સહિતનો સ્ટાફ જોડાયો હતો.