સામખિયાળી-વોંધ વચ્ચે રેલવેના વાયરની ચોરી કરતા પાંચ ઝડપાયા

ભુજ : અમદાવાદથી ગાંધીધામ સુધી રેલવે લાઈનના વિદ્યુતીકરણનું કામ હાલ ચાલી રહ્યું છે ત્યારે ભચાઉના સામખિયાળી અને વોંધ રેલવે સ્ટેશન વચ્ચે રેલવેના ઓવર હેડ કેબલ ચોરાયા હતા. જે કેસમાં રેલવે પ્રોટેકશન ફોર્સે પાંચ આરોપીને ઝડપી લીધા હતા. જેમાં મુખ્ય સૂત્રધાર તરીકે રેલવેના ઈલેકટ્રીક વિભાગમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે કામ કરતા આરોપી પરવેજ આલમ મુખ્તાર અહમદ તેમજ ભુરેલાલ સુરેન્દ્રપાલ, શ્યામ મોહન નિશાદ, સંદીપ પારસ શાહ અને વિશાલ મહેન્દ્ર કશ્યપની ધરપકડ કરાઈ હતી. જેઓ પાસેથી ૩૭ હજારનો ચોરાઉ કેબલ સહિત બે બાઈક કબજે કરાઈ હતી. હાલમાં કોન્ટેક કેબલ લગાવવાની કામગીરી ચાલુ છે ત્યારે પાવર ન હોવાથી આરોપીઓએ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો.