સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની દુષ્કર્મ અને એટ્રોસીટી એક્ટના ગુના કામે ત્રીજી વખત જામીન અરજી રદ

ગાંધીધામ : આ કામની ટુંકી વિગત પ્રમાણે આ કામે ફરીયાદણ બાઈએ ગઈ તા.૧૬-૩-ર૦૧૮ના રોજ આદિપુર પોલીસ સ્ટેશનમાં સામખિયારી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ચંદુભાઈ તેજાભાઈ કોલી વિરૂધ્ધ આરોપી દ્વારા પાછલા બે વર્ષથી ફરીયાદી બાઈને આરોપી પોતે પરણીત હોવા છતાંય લગ્ન કરવાની લાલચ આપી ફરીયાદી બેન સાથે અવાર-નવાર શારિરીક સબંધ(દુષ્કર્મ) બાંધી ધકબુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની લેખિત ફરીયાદ આપેલ.
ફરીયાદ થતા આરોપી દ્વારા ગાંધીધામ ત્રીજા એડી. સેશન્સ જજ શ્રી ડી.આર.ભટ્ટ સાહેબ સમક્ષ અગાઉ આગોતરા જામીન કરેલ જે આગોતરા જામીન અરજી નામ.કોર્ટ દ્વારા રદ કરવામાં આવેલ અને ત્યારપછી પોલીસે આરોપીની ધરપકડ કરતા આરોપી દ્વારા ફરીથી રેગ્યુલર જામીન અરજી નામ.કોર્ટમાં કરવામાં આવેલ જે જામીન અરજી પણ શ્રી ભટ્ટ સાહેબ દ્વારા રદ ફરમાવવામાં આવેલ. અને છેલ્લે આરોપી દ્વારા ચાર્જશીટ પછી જામીન અરજી કરવામાં આવતા નામ.કોર્ટ ત્રીજી વખત આરોપી વિરૂધ્ધના ગુનાની ગંભીરતા ધ્યાને લઈ આરોપીની જામીન અરજી રદ ફરમાવેલ.
આ કામે સરકાર તરફે સરકારી વકીલ એસ.જી.રાણાએ દલીલ કરેલ હતી.