સામખિયાળીમાંથી થયેલી બાઈક ચોરીનો ઉકેલાયો ભેદ

ભચાઉ : સામખિયાળીમાંથી થયેલી ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી લીધો હતો. સામખિયાળી રેલવે મથક સામે આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસ બહાર પાર્ક કરાયેલ બાઈકની ચોરી થઈ હતી. જે અંગે ભચાઉના વાંઢિયામાં રહેતા ભાવિકભાઈ દિનેશભાઈ રાજગોરે સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસે વાંઢિયામાં જ રહેતા આરોપી કિશન પ્રવીણભાઈ સાધુની ધરપકડ કરી હતી. આરોપીના કબ્જામાંથી જી.જે. ૧ર ડીઆર ૦ર૮૦ નંબરની રૂપિયા રપ હજારની બાઈક કબ્જે કરાઈ હતી. આરોપી વાંઢિયાથી શિકારપુર ત્રણ રસ્તા તરફ જઈ રહ્યો હતો. ત્યારે પોલીસે બાતમીના આધારે દબોચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.