સાઉદી અરેબીયાના ૧૧ પ્રિંસ અને પૂર્વ મંત્રીઓની ભ્રષ્ટ્રાચાર કેસમાં ધરપકડ

નવી દિલ્હી : સાઉદી અરેબીયા ના ઈતિહાસમાં પ્રથમવાર થયું છે કે જયારે ભ્રષ્ટ્રાચારના કિસ્સામાં ૧૧ પ્રિંસ(યુવરાજ) અને એક ડઝનથી પણ વધારે પૂર્વ મંત્રીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ કાર્યવાહી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની આગેવાનીમાં બનેલી કમિટી દ્વારા કરવામાં આવી હતી.દેશના સૌથી શકિતશાળી વલી અહદ શહજાદે ( ક્રાઉન પ્રિન્સ) મોહમ્મદ બિન સલમાનની આગેવાનીમાં ભ્રષ્ટ્રાચારની તપાસમાં ૧૧ યુવરાજ અને એક ડઝનથી પણ વધારે
પૂર્વ મંત્રીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. મોહમ્મદને નવી સમિતિની દેખરેખ માટે નામિત કરવામાં આવ્યા હતા. સમાચારના જણાવ્યા અનુસાર, સમિતિએ વર્ષ ૨૦૦૯માં જેદ્દામાં આવેલા વિનાસકારી પુરની તપાસ ઉપરાંત મિડલ ઇસ્ટ રેસ્પેરેટરી સિન્ડ્રોમ ( એમઈઆરએસ)ના ફેલાવાની પણ તપાસ કરી રહી છે. જેના લીધે છેલ્લા વર્ષો અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ધરપકડ બાદ સઉદી અરબના મુખ્ય ઉલેમા પરિષદે પણ નિવેદનમાં જણાવ્યું છે કે એક ભ્રષ્ટ્રાચાર સામે લડવું ઇસ્લામી ફરજ છે.
આટલા ઉચ્ચ સ્તરીય નેતાઓની ધરપકડ માટે ધાર્મિક નેતાઓનું સમર્થન પણ જરૂરી છે.
સરકારે કહ્યું કે ભ્રષ્ટ્રાચાર વિરોધી સમિતને ધરપકડ વોરંટ જારી કરવાની, યાત્રા પ્રતિબંધ લગાવવાની અને બેંક ખાતા પર રોક લગાવવાનો અધિકાર છે.
આ સમિતિ નાણાનુઈ તપાસ કરી શકશે. નાણાના ટ્રાન્સફરને રોકી શકશે તથા અન્ય જરૂરી કાર્ય પણ કરી શકશે. તેમજ જ્યાં સુધી આ મામલો ન્યાયપાલિકામાં ના પહોંચે ત્યાં સુધી ઉચિત ઉપાયો પણ કરી શકશે.