સાંતલપુરના ગરામડી નજીક અજાણી ટ્રક હડફેટે સણવાના યુવાનનું મોત

ભુજ : કચ્છની ભાગોળે સાંતલપુર તાલુકાના ગરામડી નજીક અજાણ્યા ટ્રક ચાલકે રાપરના સણવાના યુવાનને હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ.
પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે ૧૦ વાગ્યાના અરસામાં આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો, જેમાં સણવાના રહેવાસી ૩૮ વર્ષિય આમદ ઈસ્માઈલ નારેજા પોતાની બાઈકથી સાંતલપુર તરફ જતા હતા. તે દરમિયાન અજાણ્યા ટ્રક ચાલકે તેમને ઠોકરે ઉડાડીને મોત નિપજાવ્યું હતુ. ઘટનાને પગલે હતભાગી યુવાનના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટના બાદ હતભાગીના
મૃતદેહનું પીએમ કરાવીને પોલીસમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ
ધરાઈ હતી.