સાંજે રાહુલની ઈફતાર પાર્ટીઃ વિપક્ષી એકતાનું શક્તિ પ્રદર્શન

રાષ્ટ્રપતિ ભવનમાં આ વખતે ઈફતાર પાર્ટી યોજવાની નથી એ જોઈને રાહુલે તક ઝડપી લીધી

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઈફતાર પાર્ટી આપી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ રાહુલની આ સૌ પહેલી ઈફતાર પાર્ટી છે. એવા કયાસ લગાવવામા આવે છે કે આ પાર્ટી થકી વિપક્ષી એકતા માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીએ ૨૦૧૫માં ઈફતાર પાર્ટીનું આયોજન કર્યુ હતું.અહીંની તાજ પેલેસ હોટલમાં થનારી રાહુલની આ ઈફતાર પાર્ટીમાં કોંગ્રેસના નેતાઓ ઉપરાંત વિપક્ષોના અનેક નેતાઓ ભાગ લેશે.