સાંગનારામાં પવનચક્કીનો વિવાદ હજુય યથાવતઃ હવે કંપનીએ કોન્ટ્રાકટરને ન ચુકવ્યા નાણા

નખત્રાણા : તાલુકાના સાંગનારા ગામે કંપની અને ગ્રામજનો વચ્ચે ચાલતા વિવાદ વચ્ચે કંપનીએ અગાઉ ઝાડી કટીંગ માટે મામલતદાર પાસે હુકમ લીધો હતો. જે રૂટનું કામ અધુરૂ પડ્યું છે અને હવે નવા રૂટથી આજ કામ શરૂ કરાઈ રહ્યા ત્યારે જુના કોન્ટ્રાક્ટર ભૂપેન્દ્રગિરિ નારણગિરિ ગોસ્વામી દ્વારા આવેદનપત્ર પાઠવેલા આવેદનમાં જણાવાયું હતું. કોન્ટ્રાકટર દ્વારા કરાયેલા કામોનું કંપની દ્વારા હજુ સુધી ચુકવણું ન કરવામાં આવતા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.આવેદનમાં જણાવ્યા મુજબ કંપનીએ અમારી સાથે અને કામ શરૂ કરવા વ્યાર તેમજ મોસુણાના ગ્રામજનોને ગૌસેવા ગ્રામ સમિતિ માટે નક્કી કરવામાં આવેલું ફંડ પૂરું આપવામાં આવ્યું નથી. ર૦ર૦મા જે કામ કર્યું તેને પૂરું પેમેન્ટ પર કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું નથી. હવે કંપની અન્ય થર્ડ કંપનીને આ કામ આપી રૂટ બદલાવી કોન્ટ્રાક્ટરો સાથે વિશ્વાસઘાત કર્યો છે. નખત્રાણા તાલુકાના સાંગનારા ગામે કંપનીએ ઝાડી કટીંગ માટે તા.ર૩/૭ના મામલતદાર દ્વારા હુકમ કરાયો છે. જોકે, આવો હુકમ અગાઉ પણ અન્ય રૂટમાંથી લઈ લીધો હતો. હાલના હુકમ મુજબ જામનગરથી વિન્ડસોલ ઈન્જિનિયરીંગ કંપનીને સાંગનારાથી મોસુણા સુધી ર.પ કિ.મી. સુધી ૩૩ કેવી વીજલાઈન નાખવા, વીજ પોલ ઊભો કરવા, વીજ રેસા પસાર કરવા, રસ્તો બનાવવા, વૃક્ષ છેદન કરવા જે હુકમથી પરવાનગી આપવામાં આવી છે જે વીજલાઈન ફાળવવા એક વર્ષ અગાઉ પણ તેજ રૂટ પર પસાર કરવાની હતી અને તેનો કોન્ટ્રાક્ટ પણ અમને મળ્યો હતો. તે સમયે વીજલાઈન પસાર કરવા માટે પ્રથમ સાંગનારા ગ્રામજનો સાથે બેઠક કરી જે બાબતે ગ્રામજનો દ્વારા સદર વીજલાઈન પસાર કરવા સ્પષ્ટપણે ના પાડી વિરોધ કર્યો હતો. જે લાઈન સાંગનારાથી બેરૂ, વ્યાર, રામપર રોહા થઈને મોસુણા થઈ ૧ર કિ.મી.ના રૂટ પસાર કરવાની કંપની સાથે નક્કી કરાયું હતું. જે સબબ વ્યાર સીમાડામાં વીજલાઈન પસાર કરવા માટે ગ્રામજનોની સંમતી મેળવીને વ્યાર સીમની હદમાં ૧૧૦ પોલ ૬ કિ.મી.ના રૂટમાં વીજલાઈનનું કામ કર્યું છે. જે માટે ગામની ગૌ સમિતિમાં વિકાસ માટે ફંડ આપવાનું નક્કી થયું હતું. જે કંપની દ્વારા આજદિન સુધી આપવામાં આવ્યું નથી. તેમજ કોન્ટ્રાક્ટરે કરેલા કામનું ચુકવણું કર્યું નથી. આમ, કંપનીએ ગ્રામજનો તેમજ કોન્ટ્રાક્ટર સાથે છેતરપીંડી કરાતા આ બાબતે મામલતદારને આવેદન અપાયું છે.