સસ્તા ભાવે સ્ક્રેપ આપવાની લાલચ આપતા બે આરોપીઓને પોલીસે કલાકોમાં દબોચ્યા

ભુજ: મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સસ્તા ભાવે સ્ક્રેપ આપવાની લાલચ આપી મુંબઈના ઈસમો સાથે રૂપિયા 9.27  લાખ જેટલી માતબર રકમની છેતરપિંડીના દાખલ થયેલા ગુનાના બંને આરોપીઓને પોલીસે ગણતરીની કલાકોમાં પકડી પાડયા હતા. આ અંગે પોલીસ મથકેથી મળતી માહિતી પ્રમાણે તારીખ 23 6 ના રોજ ફરિયાદી રાજુભાઈ ચંપાલાલ સોની અને તેમના ભાગીદાર સાથે મુદ્રા મધ્ય સસ્તા ભાવે સ્ક્રેપ આપવાની લાલચ આપી આરોપીઓએ રોકડ રૂપિયા નવ લાખ ૨૭ હજારની છેતરપિંડી કરેલ હોય જેનો 7 ઓગસ્ટના મુન્દ્રા પોલીસ મથકે ગુનો નોંધાવતા ભારતીય ફોજદારી અધિનિયમ કલમ ૪૦૬ ,૪૨૦ ,114 મુ મુજબ ગુનો નોંધાયો હતો, ત્યારે મુન્દ્રા પોલીસ દ્વારા તપાસ દરમિયાન આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા એકઠા કરી તપાસ કરતા બંને આરોપીઓને પકડી પાડી મુન્દ્રા પોલીસ સ્ટેશન લઈ આવી પૂછતાછ કરતા જાવેદ સુમરા રમેશ અને રમેશ અમૃતભાઈ પટેલે ગુનાની કબૂલાત કરતા બંને આરોપીઓની વિધિવત ધરપકડ કરાઇ હતી તો પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા પાંચ લાખ પચાસ હજાર રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે