સસ્તા અનાજની દુકાનોમાં રાશન મુદ્દે સરકારના દાવા પોકળ : સમીપ જોષી

ગાંધીધામ : કોરોના કાળમાં જ્યારે જન સામાન્ય વિવિધ સમસ્યાઓથી ગ્રસ્ત છે ત્યારે જીવનની અત્યંત મુળભુત જરૂરીયાત એવા અનાજ પણ નાગરિકો સુધી પહોંચાડવામાં નાકામ બની રહી છે. ગાંધીધામ શહેર, તાલુકામાં લાખોની સંખ્યામાં જરૂરીયાત મંદોને રાશન મળી નથી રહ્યું. જ્યારે કે બીજી તરફ સરકાર એવો દાવો કરી રહી છે કે આ ગાળામાં અડધા ગુજરાતને અનાજ અપાયું છે. તેનો અર્થ એવો થયો કે સરકાર તે વાત સ્વિકારે છે કે, અડધા લોકોને અનાજની જરૂરીયાત છે. પરંતુ શું ખરેખર અડધા ગુજરતને સસ્તા અનાજની દુકાન પરથી રાશન મળ્યું છે ? જમીન પર વાસ્તવિકતા કાંઈક અલગ જ છે. – એક તરફ સરકારની આર્થિક રીતે નબળા વર્ગને પારીભાષીત કરવાની વ્યાખ્યા વાર્ષિક ૮ લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારો છે. જ્યારે કે અનેએફએસએલને અપાતું રાશન વાર્ષિક ૧.૧૦ લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોનેજ અપાઈ રહ્યું છે. જો સરકાર ઈ.ડબ્લ્યુ.એસ. આધારે ૮ લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા લોકોને આર્થિક રીતે પછાત માને છે. તો તેમને રાશન કેમ નથી અપાઈ રહ્યું ?કોરોનાકાળમાં રાશન આપવાની વ્યવસ્થામાં અગાઉ અંગુઠાથી જે રાશનનો સપ્લાય અપાતો હતો, તે બંધ કરીને પેપર, બીલ આધારિત વ્યવસ્થા સંક્રમણના ફેલાય તે હેતુથી શરૂ કરાઈ હતી.પરંતુ આ વ્યવસ્થાના કારણે જરૂરીયાતમંદોને મળતું અનાજ બારોબાર પગ કરી જવા માટે અવકાશ મળ્યો હોય તેવો તાલ સર્જાયો. જે તે પેપર, બીલ ઓનલાઈન દર્શાવીને લાભ મળવા પાત્ર વ્યક્તિની જગ્યાએ તે જથ્થો ઓપન માર્કેટમાં પગ કરી જવાના કાળાબજારી થઈ. સરવાળે અંતિમ વ્યક્તિની જઠરાગ્ની ભભુકતી જ રહી.રાજય સરકારે તાજેતરમાં દાવો કર્યો કે અડધા રાજ્યને તેમણે રાશન વિતરણ કર્યું છે ત્યારે જો સર્વે જો કરાય તો અંદાજો આવશે કે આ દાવા સામે જમીન પર વાસ્તવિક
પરિસ્થિતિ અલગ છે. ગાંધીધામ શહેરમાંજ કેટલા લોકોને વ્યાજબી ભાવની દુકાનોમાંથી રાશન મળી શક્યું છે ? ગાંધીધામના વોર્ડ નં. ૧૨ માંજ ૩૦૦ જેટલા પરિવારોને રાશનની જરૂરીયાત છે. પરંતુ સ્થાનિક મામલતદાર અને પુરવઠાતંત્રની આડોડાઈના કારણે છતે અનાજે લોકો ‘ અનાજથી વંચિત છે.એક તરફ સરકાર ગરીબો અને જરૂરીયાતમંદોને પણ અનાજ પહોંચાડવામાં નિષ્ફળ થઈ રહી છે. તો એક મોટો વર્ગ કોરોના મહામારીના કારણે એવો ઉભો થયો છે. જે અગાઉતો નિન્મ કે મધ્યમ વર્ગીય હતો. પરંતુ સંક્રમિત થયા બાદ તેની દવાઓ, બેડ, હોસ્પિટલોમાં તેમની મરણ મુડી સહિત તમામ એકત્રીત સંપતિ ખર્ચાઈ ગઈ. દેખીતી રીતે સચવાયેલા લોકો ખરેખર તો અંદરજ તુટી ગયા છે. તેમના ઘરમાં પણ રાશન અને અનાજની જરૂરીયાત છે. તો પોતાને સંવેદનશીલ હોવાનો દાવો કરતી આ સરકાર અને તેનું પ્રતિનીધીત્વ કરતું સ્થાનિક તંત્ર ‘ આ વર્ગની કેમ અવગણના કરી રહ્યું છે.તાજેતરમાં પ્રકાશમાં આવેલા અહેવાલોમાં જણાવ્યા અનુસાર કોરોના કાળે આખા વિશ્વની મેડિકલ સાથે અર્થતંત્રને પણ મોટો આંચકો આપ્યો છે ત્યારે ભુખમરો અને વિકરાળ પ્રશ્ન બનીને સામે ઉભો છે. વિશ્વમાં દર ૧૧ કલાકે એક વ્યક્તિ ભુખમારાના કારણે એટલે અનાજ ન મળવાના કારણે મોતને ભેટી રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા આપણા દેશમાં વાસ્તવિક પરિસ્થિતિથી ભાગી શકાય તેમ નથી. જેથી આ સંકટની વેળામાં દરેક એપીએલ કાર્ડ ધારક અને અન્ય જરૂરિયાત મંદોને સસ્તા અનાજની દુકાનમાંથી રાશન આપવામાં આવે તે સમયની માંગ છે. સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારે તેવું સમીપ એચ. જોશી નગરસેવક ગાંધીધામ નગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.