સશકત ડિજિટલ ભારત માટે કેન્દ્ર સજજ

નમો એપથી ડિજિટલ ઈન્ડીયાના લાભાર્થીઓને પીએમએ કર્યા સંબોધિત

 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નમો એપની મદદથી દેશભરના ડિજિટલ ઈન્ડિયાના લાભાર્થીઓને સંબોધિત કર્યાં. આ દરમિયાન તેઓએ કહ્યું કે ડિજિટલ ઈન્ડિયાનો  પહેલેથી જ સંકલ્પ રહ્યો છે કે દેશના સામાન્ય વ્યક્તિ, યુવાનો, ગ્રામીણોને ડિજિટલ સાથે જોડવા, તેઓને ડિજિટલ સશક્ત કરવા. મોદીએ કહ્યું કે છેલ્લાં ૪ વર્ષમાં અમે ડિજિટલ સશક્તિકરણના દરેક પાસા પર વિશેષ ધ્યાન આપ્યું છે. તેના માટે લગભગ ત્રણ લાખ કોમન સર્વિસ સેન્ટર પણ ખોલવામા આવ્યાં છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે સ્કૂલમાં ભણતા બાળકો માત્ર સ્કૂલમાં ભણાવાતા
પુસ્તક પૂરતાં જ સીમિત નથી, પરંતુ ડિજિટલ ઈન્ડિયાની મદદથી ઈન્ટરનેટના માધ્યમથી કોઈપણ પુસ્તકોને વાંચી શકે છે. પહેલાં આ વાતની કલ્પના હતી કે રેલવે ટિકિટ લાઈનમાં ઊભા રહ્યાં વિના બુક થઈ શકે છે કે પછી રસોઈ ગેસ કલાકો લાઈનમાં ઊભા રહ્યાં વિના મળી શકે છે. પરંતુ હવે ડિજિટલ ઈન્ડિયાના માધ્યમથી આ શક્ય બન્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે, “અમે સુનિશ્ચિત કર્યું કે પ્રોદ્યોગિકના ફાયદા કેટલાંક લોકો પૂરતું જ સીમિતન રહે પરંતુ સમાજના તમામ વર્ગો સુધી તેનો ફાયદો પહોંચે. તે માટે અમે કોમન સર્વિસ સેન્ટરના નેટવર્કને મજબૂત કર્યું.” હરિયાણાની એક CSC ઉદ્યમીએ પોતાના અનુભવ જણાવતા કહ્યું કે, આજે તે CSCના કારણે ગૌરવપૂર્ણ જીવન જીવી રહી છે અને આજ કારણસર ડિજિટલ ઈન્ડિયા પર બોલવા માટે અનેક જગ્યાએ આમંત્રણ આપવામાં આવે છે.
તેઓએ કહ્યું કે તેને ત્યાં સરકારની અનેક પ્રકારની સેવાઓનો ડિજિટલ ફોર્મ છે. તેમના જણાવ્યા મુજબ તેઓએ અહીંથી અનેક લોકોને ડિજિટલી સાક્ષર બનાવ્યાં છે. જે બાદ વડાપ્રધાન મોદીએ મહિલા ઉદ્યમીને ડિજિટલ સાક્ષર કરવાના પ્રયાસની ઘણી પ્રશંસા કરી હતી અને અભિનંદન આપ્યાં હતા. વધુ એક લાભાર્થીએ પીએમ મોદી સાથે વાતચીત કરતાં નોટબંધીના સમયના અનુભવો વર્ણવ્યા હતા અને કહ્યું કે ડિજિટલ પેમેન્ટના કારણે નોટબંધીથી તેને કોઈ પરેશાની થઈ ન હતી. અને ભીમ એપથી તેને ઘણી સુવિધા મળી.
પીએમ મોદીએ યુપી, હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્રના ડિજિટલ ઈન્ડિયાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી અને તેમના અનુભવોને જાણી તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી.