સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ કાર્યાલય મધ્યે આગામી તા.૧૪ જુલાઈ ર૦ર૧ના નિઃશુલ્ક આયુર્વેદ મેઘા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાંં આવશે

ભુજ : સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ કાર્યાલય ભુજ ખાતે સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઈ છેડાના જન્મદિવસ પ્રસંગે વૈધ ડો. પ્રતિક પંડ્યા દ્વારા આગામી તા.૧૪/૭/ર૧ના બુધવારે સવારે ૯ઃ૩૦ વાગ્યા સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઈ છેડા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના નગરપતિ ઘનશ્યાભાઈ ઠક્કર, આરએસએસના કચ્છ વિભાગના સંઘ સંચાલક નવીનભાઈ વ્યાસ, દેવજીભાઈ મ્યાત્રા અને સાધુ-સંતોના વરદ હસ્તે દિપપ્રાગટ્ય કરી જનરલ બીમારીની સારવાર માટે નિઃશુલ્ક આયુર્વેદ મેઘા મેડિકલ કેમ્પનું પ્રારંભ કરવામાં આવશે. આ વિશે સંસ્થાના તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે, આ કેમ્પમાં જાણીતા આયુર્વેદાચાર્ય વૈધ ડો. પ્રતિક પંડ્યા અને ઈન્દોરથી વૈધ ડો. રૂન્દ્રાનશું શાસ્ત્રી દર્દીઓની સારવાર કરશે. વધુમાં યોગ અને શારીરિક કસરતો માટે નારાણજીભાઈ ચુડાસમા હાજર રહી યોગ્ય માર્ગદર્શન આપશે. આ વિશે વધુ માહિતી આપતા વૈધ ડો. પ્રતિક પંંડ્યાએ જણાવ્યું હતું કે, આ નિઃશુલ્ક આયુર્વેદિક મેઘા મેડિકલ કેમ્પમાં કેન્સર, દમ, શ્વાસ, ડાયાબિટીસ, પેટ અને આંતરડાના રોગો, ચામડીના રોગો, તમામ પ્રકારના વા, પથરી, નિઃસંતાનપણુ, લાંબા ગાળાનો માથાનો દુઃખાવો તથા કોરોના પહેલા અને કોરોના મુક્ત થયા બાદ થતી તકલીફો વગેરે બીમારીઓનું વરસો જુની આયુર્વેદિક પ્રદ્ધતિ દ્વારા સારવાર કરવામાં આવશે અને જરૂરતમંદ લોકોને આયુર્વેદિ દવાઓ પણ વિનામૂલ્યે પુરી પાડવામાં આવશે. કેમ્પમાં બતાવવા આવનાર દર્દીઓએ વિશાલભાઈ પંડ્યા (૭૦૬૯ર ૧૩ર૦ર), જયરાજસિંહ (૭૮૭૪૬ પ૭૦૮પ), ટીનાબેન પંડ્યા (૮ર૦૦૧ ૧૬૬૮૯) પર નામ નોંધાવવા વિનંતી. હાલમાં ચાલી રહેલી કોરોના બીમારીના અનુસંધાને સરકારની કોવિડ-૧૯ના નિયમોનું ફરજીયાત પાલન કરવાનું રહેશે.