સરહદી મંદિર તરીકે ઓળખાય ભેડીયાબેટ : રૂપાણી

  • કચ્છ સરહદે જવાનોની વહારે સીએમ : વિજયભાઈના હસ્તે સીમાએ મંદીરનું ખાતમૂર્હત

 

  • કચ્છની ધીંગી ધરતી પર શ્રીજી મહારાજ સ્થાપિત ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નિર્માણાધીન ભેડીયાબેટ હનુમાનજી મંદીરના જીર્ણોદ્વાર-ખાતમૂર્હતના કાર્યક્રમમાં રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી-પૂ.મોટામહારાજની વિશેષ ઉપસ્થિતી

 

  • રૂ૫ાણી દંપત્તીએ બીજી વખત કચ્છ સરહદની લીધી મુલાકાત :  અંજલીબેન રૂપાણી પણ આજે વિજયભાઈ સાથે ભેડીયાબેટ ખાતે રહ્યા ઉપસ્થિત

 

• સ્વામિનારાયણ સંપ્રદાયનો સરહદ પ્રેમ સરાહનીય : વિનોદભાઈ ચાવડા
• નરેન્દ્ર મોદી-વિજયભાઈની દેશદાઝની લાગણી અનુકરણીય : વાસણભાઈ આહીર
• આજનો રણપ્રવાસ મારા માટે તીર્થયાત્રા સમાન: પ.પૂ. ધ.ધુ. તેજેન્દ્રપ્રસાદજીમોટા મહારાજ

 

દેશના સૈનિકો જયાં ખડેપગે રહે છે ત્યાં હનુમાનજીનું મંદીર નિર્માણનું ભુજ સ્વામિનારાયણ મંદિરે ઝડપેલુ બીડું સંવેદનશીલ મુખ્યપ્રધાને ગણાવ્યુ દીશાસુચક

કચ્છ સરહદે તૈનાત જવાનોને માટે એરવોટર કુલરની મુખ્યપ્રધાને અર્પણ કરી ભેટ

 

 

શું છે ભેડીયાબેટ મંદિરનો ઈતિહાસ?
ભુજ ઃ સરહદના સંત્રી બનીને બિરાજમાન અજરા અમર દેવ હનુમાનજી દાદાના મંદિરની વાત કરીએ તો ૧૯૬પમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ બાદ ભારતમાં લાવવામાં આવેલા આ મંદિરની વિશેષતા એ છે કે, અહી શ્રદ્ધાળુઓ દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થયા બાદ ભાવિકો મંદિરની દેરીમાં ઘંટ બાંધે છે. આ મંદિરની કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા મહારાજ તેજેન્દ્રપ્રસાદજીએ ર૦૧૬માં મુલાકાત લીધી ત્યારે આ મંદિરને વિકસાવવાની નેમ વ્યકત કરાઈ હતી. જેના ભાગરૂપે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપÂસ્થતિમાં મંદિરના જીર્ણોદ્ધાર માટેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. મંદિરના નવનિર્માણની સાથે સમગ્ર પરિસરનો વિકાસ કરવામં આવશે. જેમં કુલ્લ રૂ.ર કરોડના ખર્ચે પ્રાર્થના ખંડ, પ્રદર્શન ગેલેરી, જવાનો માટે રહેઠાણની સુવિધા, ગેસ્ટ રૂમ, સાર્વજનિક શૌચાલય, પાણીની ટાંકીઓ મુકવામાં આવશે. તેમજ રણમાં ટકી શકે તેવા વૃક્ષોનું વાવેતર અને તેનું જતન પણ કરવામાં આવશે.

 

હનુમાનજીનું મંદિર જવાનો માટે બનશે આસ્થાનું કેન્દ્ર :વી.રૂ.
ભેડીયાબેટ : અહીંના ઐતિહાસિક મંદિરનો શિલાન્યાસ કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ સ્થળ દેશની સુરક્ષા કરતા બીએસએફના જવાનો માટે આસ્થાનું કેન્દ્ર બની રહેશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. તેમજ કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના નેજા હેઠળના ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો-મહંતો અને ટ્રસ્ટીઓની સેવા ભાવનાને બિરદાવી હતી. તો ભવિષ્યમાં હજુ પણ આ સ્થળનો વિકાસ કરવામાં આવશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. કાલુપુર મંદિરના મોટા મહારાજ પૂ. તેજેન્દ્રપ્રસાદજીએ અહીના મંદિરમાં કઈ રીતે વિકાસ કરાશે તેનો આછેરો ચિતાર આપ્યો હતો, તેમજ ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજીએ આશિર્વચન પાઠવ્યા હતા.

 

 

સીએમએ આપેલા કોલ પ્રમાણે જવાનોને કુલરની ભેટ
બીએડીપી, એમપી ફંડ અને કેપીટીની ગ્રાન્ટમાંથી ર૦૦ જેટલા વોટર એરકુલર કરાયા અર્પણ ઃ રણના બળબળતા તાપમાં ફરજ બજાવતા સરહદના સંત્રીઓની સમસ્યા નિવારવા સરકાર સજ્જ ઃ વી.રૂ.
ભેડિયાબેટ ઃ કચ્છની એક દિવસ મુલાકાતે આવેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભેડિયાબેટ હનુમાન મંદિરના જીર્ણોદ્ધાર કરવા માટે શિલાન્યાસ કર્યા બાદ બીએસએફના જવાનોને વોટર એરકુલર અને પાણીની ટાંકીઓનું વિતરણ કર્યું હતું.
ગત દિવાળીના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છની મુલાકાતે આવ્યા અને સરહદના સંત્રી સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ મુલાકાત દરમ્યાન તેમણે જવાનો સાથે નિખાલસતા પૂર્વક તેમની સમસ્યાઓ જાણવા ચર્ચા કરી હતી. ત્યારે જવાનોએ ઉનાળા દરમ્યાન સુકા ભટ્ટ રણમાં તીવ્ર તાપનો સામનો કરવો પડે છે, તેમજ મોબાઈલ નેટવર્કની સમસ્યા હોવાનું જણાવ્યું હતું. તે વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છની સરહદ પર આવેલી બીએસએફની ચોકીઓની બેરેકમાં વોટર એરકુલર લગાડી આપવાનો કોલ આપ્યો હતો. આ કોલને પરિપૂર્ણ કરવા માટે મુખ્યમંત્રીએ પ્રાથમિક ધોરણે અંદાજે ર૦૦ જેટલા વોટર એરકુલર અને સિન્ટેકસની પાણીની ટાંકીઓનું વિતરણ કર્યું હતું. બીએડીપીની ગ્રાન્ટ ઉપરાંત મુખ્યત્વે એમપી ફંડ તેમજ કંડલા પોર્ટ ટ્રસ્ટ અને ફોકિયા સહિતની સંસ્થાઓ દ્વારા ફડીંગ કરીને આ વોટર એરકુલર અર્પણ કરાયા હતા. તો હજુ પણ વધુ એરકુલર તબક્કાવાર બીએસએફના જવાનોની બેરેકમાં લગાડવામાં આવશે. કુલર લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતે
આભાર – નિહારીકા રવિયા જ્યારે દિવાળી વખતે કચ્છ આવ્યા હતા, તેના સંસ્મરણો વાગોળ્યા હતા અને તે વખતે કરેલી જાહેરાત અનુસાર આજે એરકુલરનું વિતરણ કરતા હર્ષની લાગણી વ્યકત કરી હતી. આ સાથે જ મોબાઈલ નેટવર્કની કામગીરી પ્રગતિમાં હોવાનું તેમણે ઉમેર્યું હતું અને આગામી દિવસોમાં પોતાના પરિવારથી દૂર રહેતા જવાનોને પણ યોગ્ય રીતે મોબાઈલ નેટવર્કના સિગ્નલ મળતા થશે તેવું ઉમેર્યું હતું. આ સાથે જ કચ્છની સીમા પર રહીને દેશની સુરક્ષા કરતા જવાનોની દેશ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી હતી. તેમજ ભેડિયાબેટ ખાતે સંકુલના વિકાસનો લાભ જવાનોને મળશે અને આગામી દિવસોમાં બોર્ડર એરિયાને ડેવલોપમેન્ટ માટે સરકાર હરહંમેશ સજ્જ રહેશે તેવું અંતમાં ઉમેર્યું હતું.

 

ભુજ ઃ ભારતના પશ્ચીમ છેવાડે આવેલ કચ્છની પાકીસ્તાનને અડીને આવેલી સરહદ પર તૈનાત સૈન્યના જવાનોની વહારે ગુજરાત રાજયના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી આવી પહોચ્યા છે. ૧૯૬પના યુદ્વ બાદ ભારત પાક યુદ્ધ વિરામ બાદ ભારતીય સૈનિકોને મને સાથે રાખો..મને સાથે રાખો.નો સાદ હનુમાનજીનો સંભળાયો હતો તે વખતે જવાનોએ આસ્થાસભર રીતે નાની દેરી પ્રતિષ્ઠીત કરી અને આજદિન પર્યત તેની પુજાવીધી કરવામા આવતી હતી પરંતુ ભુજ સ્વામીનારાયણ મંદીર દ્વારા અહી મંદીર સહીતની સુવિધાઓ વિકસાવવાનુ જે બીડુ ઝડપ્યુ છે તેને સાક્ષાત્કાર કરવાનો આજનો ઐતીહાસીક દીવસ એટલે સ્વામિનારાયણ સપ્રદાયના પુ.મોટા મહારાજ તથા રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે આ ભેડીયાબેટ હનુમાનજીના મદીરન જીણોદ્વાર માટેના ખાતમુર્હતન દીન બની રહ્યો છે.સંવેદનશીલ કચ્છની પાકિસ્તાનને જાડતી સરહદ દેશની સુરક્ષા માટેની મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કચ્છની સીમાએ બીએસએફ દ્વારા પહેરો તો ભરાઈ જ રહ્યો છે, પરંતુ ભેડિયાબેટ વિસ્તારમાં વર્ષોથી બિરાજમાન હનુમાનજી પણ રાષ્ટ્રનું રખોળું કરે છે. આ ઐતિહાસિક હનુમાનજી મંદિરનો શિલાન્યાસ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાલપુર સ્વામિનારાયણ મંદિરના મોટા મહારાજ તેજેન્દ્રપ્રસાદજી, ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદનદાસજી મહારાજનના હસ્તે કરાયો હતો.
આજ રોજ સીએમના હસ્તે આ મદીરના જીણોદ્વારના કામનુ ખાતમુર્હતવીધી બપોરે ૧રઃ૩૦ કલાકે થવા પામી ગયો હતો. ગુજરાત રાજયના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ આજ રોજ અહી હનુમાનજીની દેરીના પુજન-દર્શન કર્યા બાદ ખાતમુર્હત વીધીમા ભાગ લીધો હતો અને તે વખતે ભેડીયાબેટ હનુમાનજીના નાદથી કચ્છની સરહદ ગાજી ઉઠી હતી.
આજ રોજ વિજયભાઈ રૂપાણીએ ભેડીયાબેટ ખાતે હનુમાનજી મંદીરના જીર્ણોદ્વારના ખાતમુર્હત કાર્યક્રમ બાદ સભાને સંબોધન કરતા કહ્યુ હતુ કે, સ્વામિનાયરાણ સંપ્રદાય સમાજ અને દેશસેવા માટે સદાય તત્પર રહે છે તે અભિનંદનને પાત્ર છે. વિજયભાઈએ કહ્યુ હતુ કે, દેશભરમાં હનુમાનજીના સૌથી વધારે મંદીરો આવેલા છે અને તે તમામ અલગ અલગ નામે ઓળખાય છે ત્યારે આજ રોજ કચ્છની સીમાએ આવેલા મંદીર ભેડીયાબેટ ખાતેનું મંદીર સરહદી મંદીર તરીકે ઓળખાય તેવા તેવો અનુરોધ તેમણે કર્યો હતો. ભેડીયાબેટ હનુમાનની ઈતિહાસની તવારીખ વિજયભાઈએ આ તબક્કે વર્ણવી હતી. વિજયભાઈએ કચ્છ સરહદે ૪૭ ડીગ્રી તાપમાનમાં ફરજ પર ખડેપગે તૈનાત રહેલા જવાનોની પીઠ પણ થબથબાવી હતી.
આ વેળાએ અહી સ્વામિનારાયણ સંપ્રદાયના પ.પુ.ધ.ધુ.તેજેન્દ્રપ્રસાદજી મોટામહારાજ, ભુજ સ્વામી મંદીરના મહંત પુ.ધર્મનંદનસ્વામીજી, કોઠારી જાદવજી ભગત, સહીતના માન્યવગર સંતગણ તથા અન્ય મહાનુભાવો ઉપÂસ્થત રહ્યા હતા.ભેડિયાબેટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, ગુજરાત બીએસએફના આઈજી શ્રી તોમર, કચ્છ બીએસએફના ડીઆઈજી આઈ.કે. મહેતા, ભુજ સ્વામિનારાયણ મંદિરના ૭૦ જેટલા સંતો તેમજ પટેલ ચોવીસી વિસ્તારમાંથી ૧૦૦૦થી પણ વધુ ભાવિકોને અહીના ઐતિહાસિક સ્થળના ખાતમુહૂર્ત પ્રસંગે સાક્ષી બનવાનો લ્હાવો મળ્યો હતો.
આજના આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પ.પુ.ધ.ધુ. તેજેન્દ્રપ્રસાદજી મોટામહારાજે પોતાના આર્શીવચનમાં કહ્યુ હતુ કે, કચ્છના જવાનોની વચ્ચે રૂબરૂ આવવાનો આજે મને પ્રથમ મોકો મળ્યો છે. આજનો પ્રવાસ મારા માટે તીર્થયાત્રાથી કંઈ ઓછો નથી. મહારાજશ્રીએ ૧૯૭૧ના યુદ્ધમાં ભારતની વહારે આવેલી માધાપરની વિરાંગનાઓને પણ યાદ કરી હતી. તેઓેઅ કહ્યુ કે હનુમાનજી એ સ્વામિનાયરાણ સંપ્રદાયના કુળદેવતા છે. આ ઉપરાંત ભુજ સ્વામિનારાયણ મંદીરના મહંત પુ. ધર્મનંદનદાસ સ્વામીજીએ કહ્યુ હતુ કે, ર કરોડના ખર્ચે અહી જે સુવિધાઓ વિકાસાવાશે તે ઉપરાત એક સભાખંડ પણ બનાવવામા આવશે. આ ઉપરાંત ભુજ અને માંડવીમાં કોલેજને માટે જમીન ફાળવવા વિજયભાઈ સમક્ષ રજુઆત કરી હતી. આજના આ કાર્યક્રમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ સ્વામિનારાયણ સંપ્રદાયની બહેનો દિવાળી તથા રક્ષાબંધન પર્વની સરહદ પર સમયાંતરે ઉજવણી કરતા રહ્યા છે અને આ સંપ્રદાયની દેશદાઝની ભાવનાને બિરદાવી હતી. તો કચ્છીમંત્રી વાસણભાઈ આહીરે પણ પ્રવચન આપતા કહ્યુ હતુ કે, નરેન્દ્રભાઈ મોદી પણ સીએમ હતા ત્યારે કચ્છ સરહદે જવાનો વચ્ચે ઉજવણી કરતા હતા ત્યારે આજ રોજ વિજયભાઈએ કચ્છના જવાનોની વચ્ચે ઉપÂસ્થત રહેવાની પહેલથી ગુજરાતની ભાજપ સરકારની દેશદાજની લાગણીના દર્શન કરાવવા બરાબર બની રહી છે. આ વેળાએ મુખ્યમંત્રીના ધર્મપત્નિ અંજલીબેન રૂપાણી, રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય, જિ.પં.ના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, ભાજપના સંગઠન પ્રભારી બીપીન દવે, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જાશી, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, અનિરૂદ્ધ દવે, ભુજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેશ ખંડોલ, બીએસએફના આઈજી અજય તોમર, કચ્છના ડીઆઈજી આઈ. કે. મહેતા, ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજીસ્વામી, ભાડાના પૂર્વ ચેરમેન કીરીટ સોમપુરા, અલ્પેશ ચંદે, ધનજી ભુવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.