સરહદી ક્રિક વિસ્તારમાં બેટ પર પડેલી બોટ બની ચર્ચાનું કેન્દ્ર

શંકાસ્પદ નાપાક બોટ બારોબાર પરત કરવાની પેરવી ઃ ચાર દિવસ પુર્વે એજન્સીઓને ક્રિક વિસ્તારના બેટ પરથી મળી હતી બોટ ઃ બીએસએફ, આઈ.જી.એ મગનું નામ મરી ન પાડ્યું

 

ભુજ ઃ સરહદી કચ્છ જિલ્લામાં અવાર- નવાર પાકિસ્તાની બોટ, માછીમારો તેમજ ભારતમાં પ્રતિબંધિત એવા સેટેલાઈટ ફોનના સિગ્નલો પણ મળી આવે છે. તેવામાં સરહદી વિસ્તારની ગતિવિધિઓમાં કયાંક ચૂક ન ચાલે, પરંતુ એક ચોકાવનારી એવી વિગત બહાર આવી છે કે, ક્રિક વિસ્તારના કોઈ બેટમાંથી મળેલી પાકિસ્તાની બોટ બારોબાર પરત કરાઈ રહી છે.બિનસત્તાવાર સુત્રો મારફતે મળેલી વિગતો મુજબ કચ્છના ક્રિક વિસ્તારમાં આવેલી બેટ પર કશુક રંધાતું હોય તેવું જાણવા મળ્યું છે. ક્રિક વિસ્તારમાં પણ બીએસએફના જવાનો તૈનાત છે. ત્યારે સુત્રોનું માનીએ તો ચારેક દિવસ પુર્વે બેટમાંથી કોઈ બોટ બિનવારસુ મળી આવી હતી. હવે આ બોટ નાપાક પાકિસ્તાને પરત કરાતી હોવાનું જાણવા મળ્યું છે. આવી શંકાસ્પદ વિગતો સામે આવતાં કચ્છ બીએસએફના ડી.આઈ.જી. આઈ.કે. મહેતાને પુછવામાં આવતા પ્રથમ તો તેઓ મુંઝાયા હતા. (એમને કદાચ એવું હશે કે, આખી વાત લીક કેમ થઈ) પરંતુ પુછાયેલા પ્રશ્નોના ગોળગોળ જવાબો તેમણે આપ્યા હતા. જેમાં પ્રથમ તો છેલ્લા બે- ચાર દિવસમાં કોઈ બોટ મળી નથી, તેવું તેમણે કહ્યું હતું. પછી જયારે ક્રિકના બેટ વિસ્તારમાં બોટનું પુછાયું તે તેઓ કહે છે કે, એ બોટ તો બહુ પહેલા પકડાયેલી જૂની છે અને કસ્ટમ તેમજ નાર્કોસ દ્વારા તેની તપાસ પણ થઈ હતી, પરંતુ એ બોટ પરત આપવાની આવ આવે છે, તેવુ પુછતા વળી તેમણે ફેરવી તોળ્યું હતુ કે, હા એ કોઈ સ્થાનિક માછીમારોની છે એટલે પરત કરાશે. ત્યારે વાત એ માટે ગળે ઉતરતી નથી કે, જા સ્થાનિકોની બોટ હોય તો પકડાય જ કેવી રીતે અને કસ્ટમ કે નાર્કોસ ડિપાર્ટમેન્ટ તપાસ શા માટે કરે.. ? આવા અનેક પ્રશ્નો ખડા થયા છે. ત્યારે હાલ તો બેટ વિસ્તારમાં પડેલી બોટના કારણે અનેક રહસ્યાત્મક ચર્ચાઓ જાગી છે. જા કે, કચ્છ બીએસએફ વડા આઈ.કે. મહેતા મગનું નામ મરી પાડવા તૈયાર નથી