સરકાર જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોમાં આફસ્પા હટાવવા પુર્ન વિચાર કરશે

નવી દિલ્હી :જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોમાં આફસ્પા હટાવવા કેન્દ્ર સરકાર મહત્વનું પગલુ ભરી શકે છે. સરકાર અફસ્પાને હટાવવા પુર્ન વિચાર કરી રહી છે. આફસ્પા હેઠળ જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક વિસ્તારમાં સેનાને વિશેષ અધિકાર આપવામાં આવે છે. આફસ્પા મામલે અનેક વિવાદ પણ થયા છે.લાંબા સમય સુધી આફસ્પાનો દુરઉપયોગ કરવામાં આવતો હોવાનો આરોપ પણ લાગતા આવ્યા છે. સૂત્રોનું માનીએ તો કેન્દ્રીય ગૃહમંત્રાલય અને રક્ષા મંત્રાલય વચ્ચે આફસ્પાને હટાવવા કે તેના પ્રાવધાનોને હળવા બનાવવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક થઈ છે. આ બેઠક સુપ્રીમ કોર્ટના અવલોકન અને નિર્ણય બાદ કરવામાં આવી છે.અગાઉની સરકારે આફસ્પાને હટાવવાની કોશિશ પણ કરી હતી. પરંતુ તેનુ પરિણામ શુન્ય રહ્યુ હતું. સુરક્ષા દળોના તર્ક પ્રમાણે ૧૯૫૮માં પૂર્વોત્તર રાજયોમાં વિદ્રોહીઓને ડામવા માટે આફસ્પાને લાગુ કરવા આવ્યું હતું. આફસ્પા સેનાના જવાનને આતંક વિરોધી ગતિવિધિ અને વિદ્રોહી સામે રક્ષણ આપે છે.મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરમાં પીડીપી અને નેશનલ કોન્ફર્નસ જેવી પાર્ટીઓ આફસ્પાને હટાવવાની માગ કરી રહ્યા છે. ત્યારે આફસ્પા મામલે સરકારનું વલણ કેવુ રહેશે તે હવે જોવુ રહ્યું.