સરકાર ગઠનનો શું છે ભાજપ પ્લાન?

અમારા વિધાયકને ફોન કરી રહ્યો છે ભાજપા : જેડીએસ
કર્ણાટક :૧૦૪ બેઠકો સાથે કર્ણાટકમાં ભાજપ સૌથી મોટી પાર્ટીતરીકેઉભરી છે. પરંતુ બહુમતથી દુર છે. આવા સમયે હવે ભાજપ અહી સરકારની રચના કરવા મટે જેડીએસના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહી હોવાનું નિવેદન જેડીએસ તરફથી આવ્યુ છે. તેઓએ કહ્યુ છે કે, ભાજપ અમારા ધારાસભ્યોને ફોન કરી રહ્યુ છે.

નવી દિલ્હી : ભાજપની કર્ણાટકમાં ધારાસભ્ય દળની બેઠક સંપન્ન થવા પામી છેઅ ને અહી ભાજપ સરકાર બનાવી રહી હોવાની વાત સામે આવી છે ત્યારે ભાજપ કયા ગેમપ્લાન આધારે અહી સરકાર બનાવી જશે તેની ચર્ચાની વાત કરીએ તો ભાજપ પાસે હાલમાં ૧૦૪ બેઠકો છે તેમાથી વધુ ત્રણ સભ્યોને જોડી લેવાની ગોઠવણ કરાઈ છે અને સંખ્યાબળ ૧૦૭ કરવાનું ગણિત મંડાયુ છે તો વળી સાત જેટલા ધારાસભ્યો અહી ફલોર પર બહુમત સાબીત કરતી વખતે ગેરહાજર રહે તેવી ગોઠવણ કરાઈ છે અને આ રીતે ભાજપ અહી પોતાનો બહુમત સાબીત કરી જશે. કહેવાય છે કે,કોંગ્રેસના લીંગાયત સમાજમાથી આવી રહેલા ધારાસભ્ય કોંગ્રેસ જેડીએસના ગઠબંધનથી નારાજ હોવાથી તેઓ ભાજપના સંપર્કમાં રહેલા છે. ભાજપ દ્વારા ગૃહનું સખ્યાબળ ર૧૪થી ઓછુ થાય તે રીતેનીગોઠણવી કરી હોવાનુ સામે આવે છે.