સરકાર કરે દરકાર : કચ્છનું રાજકીય જગત કેમ ન દોરે ધ્યાન ? રસીકરણમાં નેપાળીઓને કયા આધારે સમાવવા ? કરો સ્પષ્ટતા

હવે આવાલોકો રસીથી બાકાત રહેશે તો સંક્રમણ નહી ફેલાવે.?

પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલમાં જ અલગ-અલગ સ્થળોએ નેપાળીઓ મોટી સંખ્યામાં છે સેવારત : હોટેલઉદ્યોગ, પીત્ઝાશોપ, સ્પા, કપડાના વેંચાણના સ્ટોલધારકો સહિતનાઓમાં મોટી સંખ્યામાં નેપાળીઓનો છે વસવાટ : તેમની પાસે આધારકાર્ડ-ભારતીયતાની ઓળખ તો હોતી નથી, તંત્ર કયા આધારે આવા વર્ગનુ કરે રસીકરણ..? નીતિવિષયક સ્પષ્ટતા થવી ખુબજ જરૂરી

વેપારીવર્ગ તથા આધારો ધરાવનારા સૌને રસી મળે તેની સાથોસાથ જ આવા વર્ગને માટે પણ કરવો જોઈએ વિચાર

ગાંધીધામ : કેન્દ્રની સરકાર અને ખુદ વડાપ્રધાનશ્રી તથા રાજય સરકાર દ્વારા ફરી ફરીને લોકોને જાગૃતીના સંદેશાઓમાં કહેવામાં આવી રહ્યુ છે કે, કોરોના સામેની લડાઈ લાંબી છે. તેની સામે જીતનો સરળ માર્ગ અને અમોઘ શસ્ત્ર હોય તો તે રસી જ છે. માટે સૌ કોઈ વેકસીનેશન લે. રસીથી કોઈ બાકાત ન રહે. રસીને લઈને ભ્રમ-અફવાઓમાં કોઈ ન આવે. હવે ખુદ સરકાર દ્વારા જ રસીકરણ માટે આટઆટલુ જાગૃતીપૂર્વકનુ દબાણ કરવામાં આવતુ હોય ત્યારે એક યા બીજી રીતે કેાઈ પણ વર્ગ રસીકરણથી બાકાત રહી ન જાય તે જેાવાની જવાબદારી સહિયારી બની રહી છે. દરમ્યાન જ પૂર્વ કચ્છનું ગાંધીધામ સંકુલ કે જે પંચરંગી પ્રજાનો પ્રદેશ મનાય છે અહીના જ બૌદ્વિક વર્ગમાં પણ આ તબક્કે એક જરૂરી સુચક સંકેતરૂપ વાત બહાર આવવા પામી રહી છે. સરકાર બધાયને રસી આપવાનુ વીચારી જ રહી છે ત્યારે ગાધીધામ સંકુલમાં નેપાળીવર્ગનો પણ મોટો વસવાટ છે. સોસાયટીઓમાં ચોકીદારી કરનારથી લઈ અને હોટેલોનો સ્ટાફ, સ્પાસેન્ટરો, કે પછી પીત્ઝાશોપ સહિતનાઓમાં નેપાળીઓ મોટી સંખ્યામાં અહી કામ કરી રહ્યા છે. ઉપરાંત શિયાળામાં કપડાના સ્ટેાલ નાખીને રેાજગારી કરનારા પણ નેપાળીવર્ગના જ લોકો અહી આવી ઉતરતા હોય છે. હવે આવા લોકોને રસી અપાય છે કે નહી? જો અપાય છે તો કયા આધારે આપવામાં આવે છે? કારણ કે તેઓ ભારતીયતાનો તો આધારાકર્ડ ધરાવતા નથી? જો તેઓને રસી નથી આપવામાં આવતી તો પછી હજારોની સંખ્યામાં રહેતા આવા નેપાળીઓ આગામી સમયમાં થર્ડ વેવ આવશે ત્યારે રસી વિનાના રહી જશે તો સંક્રમણને નહી ફેલાવે? કોરોનાના કેરિયર નહી બની જાય? કચ્છ-ગુજરાતને માટે તે મહામારીના સમયને માટે આગોતરી ચિંતાજનક વાત નથી લાગતી? તંત્ર પણ આ બાબતે માર્ગદર્શન ઈચ્છી રહ્યુ છે કે, નેપાળી લોકોને કયા દસ્તાવેજોના આધારે રસી આપવી? હકીકતમાં આ બાબતે સરકાર વેળાસર જ દરકાર કરે, કચ્છનુ રાજકીય જગત પણ આ બાબતે સરકારશ્રીને સચોટ ધ્યાન દોરે તે સમયની માંગ બની રહી છે.