સરકારે જાહેર કરી અસલી કે નકલી કોરોના વેક્સિન કેવી રીતે ઓળખવી તેની ગાઈડલાઈન્સ

(જી.એન.એસ) , નવી દિલ્હી , સામાન્ય લોકો ભલે વેક્સિન અસલી છે કે નકલી તે અંગે જલ્દી ન સમજી શકે પરંતુ વેક્સિન ઉપલબ્ધ કરાવવાનું કામ જોઈ રહેલા પ્રશાસનના લોકોને વર્તમાન ગાઈડલાઈન્સથી ચોક્કસ મદદ મળશે. એડિશનલ સચિવ મનોહર અગનાનીએ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોના તમામ એડિશનલ મુખ્ય સચિવો અને પ્રધાન સચિવો (સ્વાસ્થ્ય)ને એક પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વેક્સિનના ઉપયોગ પહેલા તેને સાવધાનીપૂર્વક પ્રમાણિત કરવાની જરૂર છે. સાથે જ અસલી કોરોના વેક્સિન કેવી રીતે ઓળખવી તે પણ જણાવવામાં આવ્યું છે.ભારતમાં કોરોના વેક્સિનેશન અભિયાન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે પરંતુ આ બધા વચ્ચે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાં કેટલીક જગ્યાએ નકલી કોરોના વેક્સિન લગાવવાની ઘટનાઓ પણ સામે આવી છે. આવી ઘટનાઓ પર લગામ કસવા માટે સરકાર પ્રશાસન ઉપરાંત સામાન્ય લોકોને પણ જાગૃત કરી રહી છે. ભારતમાં લગાવાઈ રહેલી કોવિશીલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક-વીની અસલીયત કેવી રીતે પારખવી તે માટે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.