સરકારી વિજ્ઞાન કોલેજ માંડવી ખાતે ૧૨ સાયન્સ પછી બી.એસ.સી. ઈન મરીન સાયન્સમાં ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક

સરકારી  વિજ્ઞાન કોલેજ માંડવી-કચ્છ ખાતે બી.એસ.સી. ઈન મરીન સાયન્સ કે બી.એસ.સી. ઈન એન્વાયરમેન્ટના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની છે. ધોરણ ૧૨ સાયન્સ પછી મરીન સાયન્સ કે એન્વાયરમેન્ટ વિષય સાથે બેચરલ ઓફ સાયન્સ કરવા માંગતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. વધુ માહિતી માટે ૯૦૩૩૪૮૫૪૭૩ પર સંપર્ક કરવા પ્રિન્સીપાલશ્રી ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ માંડવી (કચ્છ) દ્વારા જણાવાયું છે.