સરકારીતંત્રોની ‘ખો-ખો’થી ભુજ RTO માં લાયસન્સનો ખડકલો

ર૧૦૦ ડ્રાઈવીંગ લાયસન્સ પાછલા ર૦ દિવસથી વિતરણની ઈંતેજારીમાં : નોકરીયાત-એનઆરઆઈ સહિતનાઓ અટવાયા : આરટીઓ તંત્ર અને પોસ્ટવિભાગની નીતિથી લાયસન્સ ધારકો ત્રાહીમામ : એમઓયુના એગ્રીમેન્ટ અનુસાર પોસ્ટ વિભાગે આરટીઓ કચેરીથી ડીએલ લઈ જવાના હોય છે, ડીએલ સ્પીડપોસ્ટ મારફતે જ મોકલવાની સરકારની સુચનાને અનુસરીએ છીએ : શ્રી યાદવ (આરટીઓ-ભુજ)

 

પોસ્ટવિભાગ ખુદ લઈ જાયની આરટીઓ તંત્રને છે ઈંતેજારી જયારે પોસ્ટવિભાગ
આરટીઓ તંત્ર મોકલવાશેની જોઈ રહ્યું છે રાહ..! : બન્નેની ખેંચતાણમાં મરો લાયસન્સ ધરાકોનો થાય છે : હાથોહાથ લાયસન્સ આપવાના નીયમ શા માટે કરાયો છે બંધ?

 

પોસ્ટવિભાગ વિના વીલંબે નિયમોને વેળાસર અનુસરે તે જરૂરી : વરસાદ શરૂ થશે તો અનેક અંતરીયાળ વિસ્તારો થતા હોય છે રાબેતા મુજબ સંપર્ક વિહોણા અને બસો પણ દીવસો સુધી કરી દેવાતી હોય છે બંધ : આવામાં એક માસ પોસ્ટે ડીએલ દબાવ્યા અને એકાદ માસ ચોમાસુ નડશે તો લાયન્સ ધારકને નાહકનું પડશે ભોગવવું

 

ગાંધીધામ : સરકારના સારા સબોટેજ તેમના જ તાબાના સરકાર તંત્રો કેવી રીતે તોડી નાખતા હોય છે તેનો વધુ એક દાખલો ફરીથી કચ્છમાં સામે આવવા પામી રહ્યો છે. લાયન્સ ધારકોના એડ્રેસ વેરીફાઈ થઈ જાય અને તેઓને ડીએલ પણ પારદર્શકતાપૂૃવક મળી રહે તે માટે સ્પીડ પોસ્ટમાં લાયન્સ મોકલવાના આદેશ સ્પષ્ટ રીતે હોવા છતા પણ આરટીઓ કચેરીએ આજે પાછલા એકાદ મહીનાથી ર૧૦૦થી વધુ ડીએલ ડીસ્પેચ થવાની ઈંતેજારીમાં છે. સરકારીતંત્રોના ખો ખોથી ડીએલનો ખડકલો અહી થવા પામી ગયો હોવાનો સિનારીયો સામે આવવા પામી રહ્યો છે.
આરટીઓ તંત્ર અને પોસ્ટવિભાગની ખેંચતાણના લીધે અત્યારના પબબ્કે પાછલા ર૦ કરતા વધુ દીવસથી ર૧૦૦ જેટલા ડીએલનો ખડકલો થઈ જવા પામી ગયો છે. આરટીઓ તંત્ર દ્વારા આગ્રહ રાખવામા આવી રહ્યો છે કે પોસ્ટવિભાગ આરટીઓમાથી ડીએલ કલેકટ કરી જાય અને ડીસ્પેચ સ્પીડ પોસ્ટ મારફતે કરે. તો વળી બીજીતરફ પોસ્ટવિભાગ વાળાઓ આરટીઓ કચેરી ડીએલ તેઓને આપી જાય તેવી આગ્રહ ભરી ઈંતેજારી કરી રહ્યા છે અને તે વચ્ચે મરો મોટરીંગ પબ્લીકનો થવા પામી રહ્ય છે. સામાન્ય રીતે લાયન્સની પ્રક્રીયા આધારો પુરા હોય તો ૪૮ કલાકમાં હાથોહાથ ઉપલબ્ધ થઈ જતુ હતુ તેના બદલે હવે કદાચ સ્પીટપોસ્ટ મારફતે મોકલવાની વાત આવે તો પણ ૪૮ના ૭ર કલાકમાં ડીએલ વાહનધારકને મળી શકે તેમ છે તેના બદલે આ તો ર૦-ર૦ દિવસના વાણા વીતી ગયા છતા પણ બે તંત્રોના ગજગ્રાહથી મોટરીંગ પબ્લીકને ભોગવવાનો વારો આવી રહ્ય છે.
આ બાબતે ભુજના આરટીઓ અધિકારી શ્રી યાદવને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, લાયસન્સ આરટીઓ કચેરીથી લઈ જવાની જવાબદારી પોસ્ટ વિભાગની છે. સરકાર તબક્કે એમઓય એગ્રીમેન્ટ થયેલા છે અને તેના લેખિત આદેશો આરટીઓ કચેરી પાસે તથા પોસ્ટ વિભાગ પાસે પણ ઉપલબ્ધ જ રહેલા છે. માત્ર આરટીઓ કચેરીએથી લઈ જવાનું નહી પરંતુ ખોટા સરનામાઓ અથવા તો કોઈ એડ્રેસ સતત બંધ જ રહેતુ હોય તો તેના ડીએલ જવાબદારીપૂર્વક આરટીઓ કચેરીએ જમા કરાવવા સહિતની પણ કામગીરી પોસ્ટવિભાગે જ કરવાની થતી હોય છે. આ મામલે વખતોવખત પોસ્ટવિભાગના જવાબદારો સાથે આધારો સહિત પરામર્શ કરેલા છે અને તે અંગે વેળાસર જ નિયમ અનુસારનું વલણ અપનાવાશે તેવી આશા શ્રી યાદવ દ્વારા વ્યકત કરવામા આવી હતી. હકીકતમાં જો સરકારની વચ્ચે આ સબબના એમઓયુ થયા જ હોય તો પોસ્ટવિભાગ ર૦-ર૦ દીવસ તેવા પરીપત્રોને અનુસરવામાં કેમ કાઢી નાખે છે? શું પોસ્ટવિભાગના અધિકારીઓને આ બાબતનું જ્ઞાન શુદ્ધા જ નથી? પોસ્ટતંત્ર દ્વારા વીના વિલબે વેળાસર જ આ બાબતે ઘટતુ કરી અને પોતાની અણસમજ અથવા તો અજ્ઞાન થકી મોટરીંગ પબ્લીકને હેરાન-પરેશાન કરવાનુ ત્યજવું જોઈએ તેમ કહેવુ પણ વધુ પડતુ નહી કહેવાય. નોધનીય છે કે કચ્છમાં ચોમાસુ દસ્તક દઈ રહ્યુ છે અને ગમે ત્યારે ત્રાટકશે. હાલમાં જે ડીએલ તૈયાર પડયા છે તેને વેળાસર ડીસ્પેચ કરવા પોસ્ટ વિભાગે હરકતમાં આવી જવુ જોઈએ નહી તો પછી મોટાભાગના અંતરીયાળ બસો-વાહનો વરસાદ શરૂ થતા સંપર્કવિહોણા બનતા હોય છે અને બસો પણ દીવસો સુધી બંધ રાખવાની ફરજ પડતી હોય છે એટલે એક મહીનો પોસ્ટવિભાગની અણઆવડત અને એકાદ માસ ફરીથી ચોમાસુ નડતા ડીએલ વિલંબીત થવા પામી શકે તેમ છે માટે વિના વિલંબે પોસ્ટવિભાગે નિયમ અનુસાર આરટીઓમાથી લઈ અને ડીએલ વિતરીત કરી દેવા જોઈએ તે જ સમયનો તકાજો બની જવા પામી ગયો છે.