સરકારનો ખુબ આભાર- ભીખુ મામદ ચૌહાણ

“ઘરમાં ૬ જણાં ખાનારા છીએ અને રેકડીનું મજુરી કામ કરૂં છું. બેન બી.પી.એલ. કાર્ડ છે ને બાબુભાઇની દુકાનેથી મફત અનાજ મળે છે એટલે જમવાનું મળી રહે છે.”

આ શબ્દો છે રાપરમાં એકલ શકિત વિસ્તારમાં રહેતા ભીખુ મામદ ચૌહાણના…..

“સરકારી અનાજ મળે છે તો આ રોગમાં ખબર નથી પડી બાકી અમે વજન ઉચકનાર

બે ટંક ભેગા ના થઇ શકીએ. દુકાનેથી આ અનાજ મળે છે તે માટે સૌનો આભાર….”

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો NFSA ના આવા સાચા લાભાર્થીઓ માટે જ વિનામૂલ્યે અનાજ યોજના જાણે સાર્થક છે એમ આ શ્રમિકના હાવભાવ બોલી રહયા છે.