સમાજ સંસ્કારોથી ટકશે : પ.પૂ. હરિદાસજી મહારાજ

ભુજ : વર્તમાન યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. લોકો ઝડપથી પૈસો કમાવવા ઈચ્છે છે. પરંતુ નૈતિકતા વિસરાતી જાય છે. જો વિવેકથી જીવશો તો સમાજ પ્રગત્તિ કરશે. તેવુ ભુજ પધારેલા હરિદાસજી મહારાજે જેષ્ઠાનગર ખાતે આવેલી ભાનુશાલી સમાજવાડીમાં જણાવીને તેમના અનુયાયીઓને માર્ગદર્શન આપ્યુ હતુ.આજે વ્યસનના કારણે અનેકના ઘર બરબાદ થઈ રહ્યા છે. ત્યારે વ્યસન મુક્ત સમાજના નિર્માણની દરેકની જવાબદારી છે. તો દીકરીઓમાં ભણતરનું પ્રમાણ વધતું જાય છે. જે એક સારી બાબત છે,પરંતુ દીકરાઓ ભણતર છોડી દે છે, જેને કારણે સામાજિક અસમાનતા ઉભી થાય છે. દિકરા – દિકરી વચ્ચેની સમાનતા જરૂરી છે. તેવું ભુજ ખાતે ગુરૂપૂર્ણિમા પર્વને અનુલક્ષીને ભુજ પધારેલા હરિદ્વાર કચ્છી આશ્રમના સંતશ્રી હરિદાસજી મહારાજે જણાવ્યું હતું.છેલ્લા ૧પ દિવસથી હરિહર સંપ્રદાયના ભક્તોના ગામડે-ગામમાં જઈને તેઓ લોકોમાં ધર્મની જાગૃતિ ફેલાવી રહ્યા છે. હરિદાસજી મહારાજનું ભુજના જેષ્ઠાનગર સ્થિત ઓધવબાપાના મંદિરે દર્શન કર્યા બાદ ભાનુશાલી સમાઅજવાડી મધ્યે ભુજ ભાનુશાલી મહાજનના પ્રમુખ શંભુભાઈ નંદા તેમજ હોદ્દેદારો દ્વારા શાલ ઓઢાડી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ ભાનુશાલી મહાજનવાડી ખાતે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ નાનકડી સભા યોજાઈ હતી. જેમા હરિદાસજી મહારાજે આર્શિવચન પાઠવ્યા હતા.
આ મુલાકાત દરમિયાન હરિદાસજી મહારાજે હેમલભાઈ માણેક તેમજ હિમંતભાઈ દામા અને લખમશીભાઈ ભદ્રાના ઘેર પગલા કર્યા હતા અને આશિર્વાદ આપ્યા હતા.આ પ્રસંગે તુલસીદાસ દામા, ભાવેશ નંદા, ગોવિંદભાઈ ભાનુશાલી, ભુજ ભાનુશાલી મહાજન પ્રમુખ શંભુભાઈ નંદા, ઘનશ્યામ નંદા, પ્રદીપ ફુલિયા, અનિલ ગજરા, ચેતન વડોર, જયેશભાઈ ફુલિયા, વસંત ગજરા, દિનેશ ફુલિયા, ભુજ મહાજનના મહામંત્રી લખમશીભાઈ ભાનુશાલી સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.