સમાજ પરિવારને મજબુત બનાવવા આર્થિકનિર્ભર બનવાનો પ્રયાસ કરવો જોઇએ.-ગાંધીધામ ધારાસભ્યશ્રી

રૂ. ૯૫ લાખના મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાસહાયના ચેક વિતરણ કરાયા : પં.દિનદયાળ ઉપાધ્યાય હોલ ગાંધીધામખાતે નારી ગૌરવ દિવસ કાર્યક્રમ યોજાયો

લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસ માટે નાખેલા પાયા ઉપર આજે સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલની નિર્ણાયક સરકારની ટીમ  ગુજરાતને ‘ઉત્તમથી સર્વોત્તમ’ ભણી લઈ જવા માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છે એમ ગાંધીધામ ધારાસભ્યશ્રી એ જણાવ્યું હતુ. પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથના સૌના વિકાસના રાજય સરકારના સુશાસનના કાર્યક્રમ અંતર્ગત આજરોજ પં.દિનદયાળ ઉપાધ્યાય હોલ ગાંધીધામ ખાતે નારી ગૌરવ દિવસ ગાંધીધામ ધારાસભ્યશ્રીની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો. પાંચવર્ષ આપણી સરકારના-સૌનો સાથ,સૌનો વિકાસના અંતર્ગત ચોથા દિવસે નારી ગૌરવ દિવસ નિમિત્તે  મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત લૉન વિતરણનો તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબમુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના વરદ હસ્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ વિકાસ કામોના ડીજીટલ લોકાર્પણ/ખાતમુહૂર્તનો રાજ્યવ્યાપી કાર્યક્રમ અંતર્ગત આજે તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ,”  મહિલાઓના સશકિતકરણ અને સર્વાંગી વિકાસ માટે સરકાર વિવિધ યોજનાઓ અમલમાં મુકી આર્થિક ઉત્કર્ષ માટે કટિબધ્ધ છે.  ત્યારે મહિલાઓએ પરિવાર અને સમાજને મજબુત બનાવવા  આર્થિક સ્વનિર્ભર બનવાનો પ્રયાસ કરવો જોઇએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને   રૂપાણી સરકારે સગર્ભા માતાથી લઈ વ્રુદ્ધા માતા સુધીની તમામ મહિલાઓની ચિંતા કરી છે અને તેમની  આર્થિક સામાજિક ઉન્નતિ માટે પ્રયત્નો કર્યા છે એમ પણ તેમણે પ્રવચનમાં જણાવ્યું હતું. મહિલાલક્ષી વિવિધ યોજનાની  માહિતી આપતા  નિરાધાર વિધવા સહાય યોજના તેમજ વ્હાલી દિકરી યોજના વિશે જણાવ્યુ હતુ..નગરપાલિકા માજીપ્રમુખ ગીતાબેન ગણાત્રાએ આ તકે જણાવ્યું હતું કે ‘સૌના સાથ સૌના વિકાસ’ મંત્રને ચરિતાર્થ કરીને આપણી સરકારે અનેકવિધ જનહિતલક્ષી યોજનાઓ કાર્યાન્વિત કરીને એના લાભો પ્રજાને આપ્યા છે. જેના સુભગ પરિણામો આજે આપણા સૌની સામે દેખાઈ રહ્યા છે. આ તકે ભરતસિંહ જાડેજાએ વિસ્તારના વિકાસની વાત કરી સરકારે અમલી કરેલી વિવિધ યોજનાઓની વિગતો આપી સૌને યોજનાઓના લાભ લેવા કહ્યુ હતુ. આ તકે મંચસ્થ મહાનુભાવોએ ગાંધીધામ ના ૪૭ અને અંજારના ૪૭ ના થઈ કુલ ૯૫જોઈન્ટ લાયાબીલીટી અર્નિગ એન્ડ સેવિંગ ગ્રુપની મહિલાઓને રૂ. ૯૫ લાખના વ્યાજ મુકત લોનના ચેક વિતરણ કર્યા હતા. આ કાર્યક્રમમાં અગ્રણીશ્રી સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલ, પંકજ્ભાઈ ઠક્કર,બાબુભાઈ ગુજરીયા,નીલમબેન લાલ્વાણી, શૈલેષભાઈ લાવડિયા ,જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન ધનજીભાઈ હુંબલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ જાડેજા ,  તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી  લક્ષ્મીબેન મ્યાત્રા,નગરપાલિકા પ્રમુખશ્રી ઈશિતાબેન ટીલવાણી, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી બળવંતસંહ ઠક્કર , નગરપાલિકા ચેરમેનશ્રી પુનિતદુધરેજીયા,  તાલુકા પંચાયત ચેરમેનશ્રી નીખીલભાઈ હડિયા , તાલુકા પંચાયત સામાજીક ન્યાય સમિતી ચેરમેનશ્રી નિર્મલાબેન સોલંકી,તાલુકા વિકાસ અધિકારીશ્રી પીંકીબેન ચૌધરી,નગર પાલિકા ચીફ ઓફિસરશ્રી ગાંધીધામ દર્શન સિંહ ચાવડા , ચીફ ઓફિસરશ્રી અંજાર જીગર પટેલ તેમજ અંજાર અને ગાંધીધામ ના અગ્રણી મહિલાઓ અને લાભાર્થી બહેનો, સબંધિત વિભાગના કર્મયોગીઓ, મીડીયા કર્મીઓ કોવીડ-૧૯ની ગાઈડલાઇન સાથે ઉપસ્થિત રહયા હતા.