સમાઘોઘા શ્રેષ્ઠ ગામ છે અને વિકાસશીલ સરપંચ છે : તારાચંદભાઈ છેડા

મુન્દ્રા : મુન્દ્રા તાલુકાના સમાઘોઘા જ એક એવા ગામ છે કે તેના સરપંચ – ઉપસરપંચ અને ગ્રા.પં.ની ટીમ ગામને સુંદર બનાવી સાથે સાથે ભારે વિકાસમાં પુરા જિલ્લામાં પ્રથમ નંબર છે. જ્યાં ક્ષત્રિય સમાજની વસ્તી વધારે છે. આ ગામ એકસંપ માટે જાણીતો છે જેથી ભવ્ય વિકાસના કામો અને લોકાર્પણના કાર્યક્રમ ધારાસભ્ય તારાચંદભાઈ છેડાના અધ્યક્ષ સ્થાને તથા યુવા અગ્રણીય અને શ્રેષ્ઠ સાંસદ વિનોદ ચાવડા વગેરેની હાજરીમાં ગામના મુખ્ય પ્રવેશદ્વાર, ૩ બસ સ્ટેશન, ૩ પક્ષીઘર, ૭ પાણીના અવાળા, ૧૦ પ્રોટેકશન દિવાલો, ૩ આચાર્ય ઓફિસ, ૧ લાખ લીટર પાણીની ટાકી-ર, બરાયા-સમાઘોઘા માટે ર૦ હજાર લીટર ટાંકો, તમામ સમાજની સ્મશાન પાસે સીસીરોડ, અનુસુચિત જાતિ માટે બરાયામાં મહિલા સ્નાનઘર, તમામ સમાજના સ્મશાનઘાટ પર શેડનું કામ, ૧૦૦% સીસી રોડ, ૧૦૦% ગટર લાઈન, ૧૦૦% પાણીની લાઈન, સ્કૂલો તથા ધાર્મિક સ્થળ બનાવેલ સીસીરોડ, આ ત્રણ વાડી વોર્ડ નં.૧માં રસોઈઘર, તમામ શાળા સુધી સીસીરોડ, સમાઘોઘા- બરાયા ગામે પેવર રોડ, શાળાઓમાં સીસી ટીવી કેમેરા, સમાઘોઘા ગામે સમગ્ર સાઉન્ડ સિસ્ટમ, સમાઘોઘા ગામે ફ્રી વાયફાય, ગામમાં સફાઈ માટે નવા સાધનો, આરઓ રૂમ, એલઈડી લાઈટ, સિવણ સંચાનું વિતરણ, કન્યાઓ માટે સાયકલનું વિતરણ, દરેક શાળાઓમાં કોમ્પ્યુટરનું વિતરણ વગેરે વિકાસના કામો જાઈને જરૂર એવું લાગે કે શું આ વાત સાચી હશે. તો એક વખત આ ગામમાં પધારો અને આંખો ખોલીને જુવો કે યુવા સરપંચ વિજયસિંહ જાડેજા અને ટીમ વર્ક સાથેનું શ્રેષ્ઠ કામ છે. બીજી તરફ બંને ગામોમાં ખાતમુહૂર્ત જેમાં સમાઘોઘા ગામે પ્રવેશદ્વાર, બરાયા ગામે મુખ્ય પ્રવેશદ્વાર, ઝાબાઝ જવાન વીર શહિદ માણશીભાઈનું સ્ટેચ્યું, શાળામાં બગીચા, લાયબ્રેરી, આદ્યુનિક જીમ, બરાયા ગામના તમામ જ્ઞાતિઓ માટે સમસ્ત દિવાલ વગેરેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ અને ધારાસભ્ય તારાચંદભાઈ છેડાનું સન્માન ગામ પંચાયતના જ નહી સમગ્ર કચ્છમાં પ્રથમ સરપંચનું બિરૂદ મળ્યું હતું તેવા વિજયસિંહ જાડેજાએ કર્યું હતું. તો સાંસદ વિનોદ ચાવડા, સરપંચ- ઉપસરપંચ સહદેવસિંહ જાડેજાએ કર્યું હતું. તે બાદ ક.જિ.પ. ચેરમેન છાયાબેન ગઢવી, મુન્દ્રા તા.પં.ના પ્રમુખ ઉપપ્રમુખ ડાયાલાલ આહીર, રણજીતસિંહ, પક્ષ પ્રમુખ વાલજીભાઈ ટાપરિયા,મહામંત્રી કીર્તિ ગોર, જિ.પં.ના મનીષાબેન કેશવાણી, ડો. કૌશિક શાહ, જયેશ આહીર વગેરેનું કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, યુવા સરપંચ અને ૩-૩ એવોર્ડ મેળવનાર યુવા સરપંચને અભિનંદન આપ્યો હતો. ભાજપની સરકારમાં નાનામાં નાના ગામ સુધી વિકાસ વિકાસ અને ફકત વિકાસ જ કર્યો છે. વિવિધ સરકારી ગ્રાન્ટોમાંથી આવો સરસ અને ભારે વિકાસ કરતા ગામો પણ બોધ લે. યુવા સાંસદ વિનોદ ચાવડાએ ગામની આટલી પ્રગતિ અને વિકાસ જાઈને સરપંચની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા. આ ગામના શ્રેષ્ઠ સરપંચ દ્વારા વિવિધ વિકાસના કામો થયા છે અને હજી પણ કાંઈ ખૂટતું હોય તો જણાવો પણ ગામને સંપૂર્ણ રીતે વિકસીત કરો. આ પ્રસંગે જિ.પં.ના છાયાબેન, તા.પં.ના પ્રમુખ રણજીતસિંહ જાડેજા એ પોતાનું પ્રવચન આપ્યું હતું અને ભારે વિકાસ થયો છે તે જાઈને આનંદની લાગણી ઉદભવી છે. આ કાર્યક્રમમાં ખુમાનસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, હરેન્દ્રસિંહ જાડેજા, તા.પં.ના – ઉપપ્રમુખ ડાયાલાલ આહીર, સુજાતાબેન ભાયાણી, મુન્દ્રા-માંડવી તાલુકા પંચાયત અને ભાજપ પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.