સમાઘોઘા ખાતે વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનું આયોજન

મુંદરા : તાલુકાના સમાઘોઘા ગામ ખાતે આગામી તા.૧૦મી ઓકટોબરના સાંજે ૪ કલાકે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમનું આયોજન સમાઘોઘા જુથ ગ્રામ પંચાયતના ઉપક્રમે કરવામાં આવ્યું છે. સરકારની વિવિધ યોજનાઓ હેઠળ થનારા વિકાસ કામોનું ખાતમુહૂર્ત ઉપરાંત વિવિધ લોકોપયોગી જાહેર સેવાઓનું લોકાર્પણ કરવામાં આવશે તેવું ગ્રામ પંચાયતની યાદીમાં જણાવાયું હતું.આ કાર્યક્રમ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી અને મુંદરા-માંડવી વિસ્તારના ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, કચ્છ-મોરબીના સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.