સમરસ કુમાર છાત્રાલય, ભુજ કોવીડ હોસ્પિટલની મુલાકાતે રાજયમંત્રી

સારવારે આવનારની સુવિધા અને વ્યવસ્થાથી વાકેફ થયા વાસણભાઇ આહિર

નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા ઉભી કરાયેલ વ્યવસ્થાઓ અને સુવિધાઓ બાબતે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહીરે હાલે કોવીડ સુવિધા મુલાકાતે છે. જેને અનુલક્ષીને આજરોજ રાજયમંત્રીશ્રીએ તેમજ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. સાથે કચ્છ યુનિવર્સિટી પાસે તૈયાર થઇ રહેલી સમરસ કુમાર છાત્રાલય કોવીડ હોસ્પિટલ, ભુજ ખાતે મુલાકાત લીધી હતી. વૈશ્વિક મહામારી જાહેર થયેલા નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ની બીજી લહેરના સંક્રમણને અટકાવવા અને પહોંચી વળવા જિલ્લા સ્તરે થઇ રહેલા પૂર્વ આયોજન પૈકી ભુજ તાલુકામાં ભુજ ખાતે કચ્છ યુનિવર્સિટી પાસે સમરસ કુમાર છાત્રાલય, ભુજને કોવીડ હોસ્પિટલ બનાવવા માટે તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ છે. હોસ્ટેલ ખાતે હોસ્પિટલ જેવી થઇ રહેલી સુવિધાઓના જાત નિરીક્ષણ માટે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે તલસ્પર્શી મુલાકાત લીધી હતી.

હાલે કચ્છ જિલ્લામાંકોવીડ-૧૯ ના પોઝીટીવ દર્દઓની સારવાર ઉપલબ્ધ કરાવવા વિવિધ ડેડીકેટેડ હોસ્પિટલ સ્થાપતિ કરવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ પથારીઓની ક્ષમતા વધારો તેમજ સમરસ કુમાર છાત્રાલય ભુજ જેવી નવી હોસ્પિટલોમાં તૈયાર થયેલાં કન્ફ્રાસ્ટ્રકચર, મેડિકલ ઈકવીપમેન્ટની ઉપલબ્ધતા અને મેડિકલનો તેમજ ઓકિસજનનો પુરવઠો જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા જિલ્લા સ્તરે સભ્યોની નિમણુંક કરવામાં આવી છે. આ હેઠળ રાજયમંત્રીશ્રીએ લીધેલી આ જાત મુલાકાતમાં નાયબ જિલ્લા ચુંટણી અધિકારી શ્રીએમ.બી.પ્રજાપતિએ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. અને રાજયમંત્રીશ્રીને નવી સ્થાપિત થતી આ કોવીડ હોસ્પિટલની વિગતે માહિતી આપી હતી.
આ મુલાકાતમાં અગ્રણીશ્રી દિલીપ ત્રિવેદી, ભુજ પ્રાંત અધિકારીશ્રી મનીષ ગુરવાની, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.માઢક, સીવીલ સર્જન ડો.કશ્યપ બુચ, આરએમઓ ડો.એચ.કતિરા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.પી.રોહડિયા, ડિઝાસ્ટર મામલતદારશ્રી સી.આર.પ્રજાપતિ તેમજ સમરસ છાત્રાલય હોસ્પિટલ સાથે સંકળાયેલા કર્મયોગીઓ ઉપસ્થિત રહયા હતા.