સપ્ટેમ્બર માસનો વાહન ફિટનેસ રીન્યુ કેમ્પ ત્રણ બુધવારે યોજાશે

કચ્છ જિલ્લાના મોટર અને વાહનમાલિકોને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા જણાવવામાં આવે છે કે સપ્ટેમ્બર ૨૦૨૧ માસનો વાહનોનું ફિટનેસ રીન્યુ કરાવવા અંગેના કેમ્પો આ મુજબના સ્થળો અને તારીખે યોજાશે. તારીખ ૮મી સપ્ટેમ્બર બુધવારના રોજ મુન્દ્રા ખાતે ,તારીખ ૧૫મી સપ્ટેમ્બર બુધવારે માંડવી અને  ભચાઉ ખાતે, તારીખ ૨૨મી સપ્ટેમ્બર  બુધવારે નખત્રાણા અને રાપર ખાતે ફિટનેસ રીન્યુ કેમ્પ યોજાશે .આ કેમ્પના સ્થળે સવારે ૧૦:૦૦ થી સાંજના ૦૪:૦૦ વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોનું ફિટનેસ રીન્યુ કરી આપવાની કામગીરી કરી આપવામાં આવશે તેમજ ભુજ કચેરી અને ગાંધીધામ કચેરીએ પણ આ કામગીરી કરી આપવામાં આવશે.  જેની તમામ જાહેર જનતાએ નોંધ લેવી એમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કચ્છ -ભુજ ની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.