સપ્ટેમ્બરમાં પાંચ રીર્ટન : વેપારીઓ ત્રાહીમામ

મુંબઇ : અપેક્ષા મુજબ સપ્ટેમ્બર મહિનો વેપારીઓ પર ભારે  પડી રહ્યો છે. એક તરફ દિવાળીની તૈયારી અને બીજી તરફ જીએસટીના આઠ રિટર્ન ભરવાનો બોજો. એક રિટર્ન ભરવામાં ૧૫ વિગતોની માંગવામાં આવી રહી છે. વેટ બાર એસો.ના સૂત્રો જણાવે છે કે હજી સુધી માંડ ૫ ટકા રિટર્ન ફાઇલ થયા છે. જૂનની ક્રેડિટ માટેનું રિટર્ન પણ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ફાઇલ કરવાનું છે. જુલાઇથી જીએસટીની શરૂઆત બાદ સરકારે મહિનાના ત્રણ રિટર્ન ફાઇલ કરવાની જાહેરાત તો કરી હતી.પરંતુ જુલાઇ મહિનાના રિટર્ન માટે એક મહિનાનો ગાળો આપ્યો હતો.