સનદી અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્ર કોરોના સામેનો જંગ હારી ગયા

image description

મહાપાત્ર ના અવસાનથી ગુજરાત કેડરના એક સંનિષ્ઠ અધિકારી આપણે ગુમાવ્યા છેઃ મુખ્યમંત્રીશ્રી : ગુરુપ્રસાદ મહાપાત્રના અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરતા વિજય રૂપાણી

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવતા ગુજરાત કેડરના સનદી અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્ર નું આજે દુઃખદ અવસાન થયું છે. સનદી અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્ર કોરોનાથી સંક્રમિત થતા તેઓને દિલ્હીની એઈમ્સ
હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા દોઢ માસથી હોસ્પિટલમાં તેમની કોરોના ની સારવાર ચાલી રહી હતી. જોકે આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.આજે કોરોના સામે નો જંગ તેઓ હારી ગયા હતા.ગુજરાત કેડરના ૧૯૮૬ની બેચના સનદી અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્ર ઘણા લાંબા સમયથી કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ પર કોમર્સ વિભાગના સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુપ્રસાદ મહાપાત્ર નું નામ ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે ચાલતું હતું.ગુરુપ્રસાદ મહાપાત્ર ગુજરાતમાં હતા ત્યારે તેઓએ વિવિધ વિભાગોમાં સેવાઓ આપીને અસરકારક કામગીરી કરી હતી.મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ ગુજરાત કેડરના સનદી અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. તેમણે જણાવ્યું છે કે મહાપાત્રા .ના અવસાનથી ગુજરાત કેડરના એક સંનિષ્ઠ અધિકારી આપણે ગુમાવ્યાં છે.પ્રભુ તેમના દિવ્ય આત્માને સદગતિ અર્પે તેમજ તેમના પરિવારને સ્વ.મહાપાત્રા ના અવસાનથી આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ બક્ષે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના પણ મુખ્યમંત્રીશ્રી એ કરી છે.