સધીરાવાંઢમાં આધેડને જાનથી મારી નાખવાની ધમકી

નલિયા : અબડાસા તાલુકાના વાયોર નજીક આવેલા સધીરાવાંઢમાં રહેતા આધેડને પાંચ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ જુસબ હરઘોર બુટ્ટા (ઉ.વ.પ૦) (રહે. સધીરાવાંઢ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેઓના ખેતરમાં ગાયો-વાછરડા ઘૂસી ગયેલ જેથી તેઓ ગાયો-વાછરડા માલિકોને કહેવા જતા સધીરાવાંઢમાં રહેતા આધમ અમીરલા જત, આમદ હારૂન જત, ઉમર અમીરલા જત, ઓસ્માણ અયુબ, નાથા વલીમામદએ અમારી ગાયો-વાછરડા ન હોવાનું જણાવી ઉશ્કેરાઈ જઈ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા વાયોર પોલીસે ગુન્હો નોંધી પીએસઆઈ બી.બી.સિંહના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ લાલજીભાઈ ચૂઈયાએ તપાસ હાથ ધરી હતી.