સત્તાપરના વિદ્યાર્થીઓ દ્વારા અંજાર એસટી બસ મથકે હલ્લાબોલ

ગાંધીધામ : અંજાર તાલુકાના સત્તાપર ગામના વિદ્યાર્થીઓ દ્વારા સત્તાપર ગામમાં સવારનો એસટી બસનો સમય ૬.૪પનોકરવા બાબતે અનેક વખત રજુઆત કરવામા આવેલ હોવા છતા એસટી તંત્ર દ્વારા ઘ્યાન આપવામાં ન આવતા તા.૧૧મીજુલાઈના રોજ રોજ અંજાર એસટી ઓફીસમાં ૧૦૦ વિદ્યાર્થીઓ સાથે દિનેશભાઈ એસ માતાએ કચ્છ જિલ્લાકોંગ્રેસ સમીતી દવારા હલ્લાબોલ કરવામા આવ્યો હતો. વેકેશન તા.૧૧મી જુનથી સત્તાપર ગામના બસનો રૂટ બદલવામાં આવ્યો હતો. અગાઉ ગામમાં બસ સવારેપોણા સાત વાગ્યે આવી જતી હતી જયારે હવે સવારે પોણા આઠ વાગ્યો ગામાંબસઆવે છે જેના કારણે વિદ્યાર્થી સ્કુલમાં મોડા પહોચે છે. જેથી કે કે એમએસ, શેઠ ડીવી હાઈસ્પુકલ, તથા સ્વામી વિવ્કાનંદ વિદ્યાલયના વિદ્યાર્થીઓને સ્કુલ સંચાલકો દ્વારાસ્કુલમાં માડા આવવા માટે દંડ કરવામા આવે છે અને સ્કુલમાં આવવા નહી દઈએ તેવુ પણકહેવામા આવે છે.
આ અંગે શાળાઓ દ્વારા દીનેશભાઈ સમક્ષ બસનો સમય વહેલો કરાવાવની રજુઆત કરવામા આવેતા દીનેશભાઈએ એસટી તંત્રને લેખિતમાં રજુઆત કરી હતી. તેમ છતા પણ બસનો સમય વહેલો કરવામાં ન આવતા અંતે નાછુટકે હલ્લાબોલ બોલાવવાની ફરજ પડી હતી. જેના અનુસંધાને તંત્ર દ્વારા સોમવારથી બસનો સમય વહેલો કરી દેવાની ખાત્રી ઉચ્ચારાઈ છે જો કે દીનેશભાઈએ સોમવારથી સમય વહેાલો નહી થાય તો બસ મથકે રામધુન બોલાવવાનો કાર્યક્રમ આપવાની પણ ચીમકી ઉચ્ચારાઈ હતી.