સતાદાદાની ચાવડા-લોંચા પરિવાર પર અસીમ કૃપા વરસી છે : વિનોદ ચાવડા

સુખપર (રોહા) મેઘવંશી ગુર્જર સમાજ દ્વારા નવ નિર્માણ પામેલ સત્તાદાદા મંદિરનો વાર્ષિક પાટોત્સવ ધામધુમથી ઉજવાયો : શોભાયાત્રા – હોમ હવન – સંતપ્રવચન – સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા : સામાજીક, ધાર્મિક, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા

નખત્રાણા : તાલુકાના સુખપર (રોહા) ગામે મેઘવંશી ગુર્જર સમાજ દ્વારા નવનિર્માણ પામેલા સતાદાદા મંદિરનો વાર્ષિક પાટોત્સવ ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે સતાદાદાની ચાવડા-લોંચા પરિવાર પર અસીમ કૃપા રહી છે. દાદાના આર્શિવાદથી અમારા પરિવારમાંથી સંત સેવાનાથજીબાપુ (ખોભંડી), બ્રહ્માકુમારી-દક્ષા દીદી અને હું જીવનમાં પ્રગતિના સોપાન સર કર્યા છે. દાદાના દરબારમાં નાત-જાતના ભેદભાવથી જે કોઈ મનુષ્ય દાદાને હૃદયથી યાદ કરે છે, સ્મરણ કરે છે તેમને દાદા અચુક સહાય કરે છે. સંતો શ્રી સેવાનાથજી બાપુ તથા વિજયનાથજી બાપુએ આશિવર્ચન આપતા જણાવ્યું હતું કે દર વર્ષે સતાદાદાનો પાટોત્સવ ધામધુમથી ઉજવવામાં આવે છે તેમાં તન, મન, ધનથી યોગદાન આપે છે તેને સતાદાદા સુખી રાખે અને આવા અવસરે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારવા શીખ આપી હતી. રાત્રે જીતુભાઈ રાઠોડ, રાજુભાઈ જેતપરિયા, અર્જુનદાન ગઢવીની સંતવાણી યોજાઈ હતી, જેમાં મોટા પ્રમાણમાં ભાવિકો જોડાયા હતા અને માતબર રકમની ગોર થઈ હતી, બીજા દિવસે શોભાયાત્રા પેડી-ચડતર, મહાપ્રસાદ અને રાસ-ગરબાની રમઝટ જામી હતી. મહોત્સવના મુખ્ય યજમાન લખમશી ભીમજી ચાવડા રહ્યા હતાં, તેમને ર,પ૧,૦૦૦ નું માતબર અનુદાન દાદા સ્થાનકે અર્પણ કરી જણાવાયું હતું કે કચ્છમાં સચરાચર વરસાદ થાય તેવી દાદા પાસે દુઆ માંગી હતી. મેઘવંશી મેઘવાળ ગુર્જર સમાજના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ગોહિલ વિનોદ ચાવડાનું વિશિષ્ટ સન્માન કર્યું હતું. ઉપરાંત ઠંડા કુલરની સ્થાનકે ભેટ આપી હતી. જિ.ભા. અ.જા મોરચના પ્રમુખ સામતભાઈ મહેશ્વરી જિ.પં. સભ્ય કેસરબેન મહેશ્વરી, વસંતભાઈ વાઘેલા, તા.પં. મંજુલાબેન ચાવડા, દિલીપભાઈ નરસીંગાણી, રવિભાઈ નામોરી, સામજીભાઈ વાણિયા, બચુભાઈ નાયાણી, ખેંગારભાઈ રબારી, પ્રેમજી લાલજી ભુડિયા, પરસોત્તમ દાફડા, અરવિંદ લોંચા, નારાણભાઈ ચાવડા, ધર્મેન્દ્રગિરિ ગોસ્વામી, જયોતીબેન ગોસ્વામી, ઝવેરભાઈ પટેલ, અનવર સમેજા, દેવજીભાઈ કાગી, પ્રવિણભાઈ વાણિયા, સુરેશભાઈ મહેશ્વરી, એમ.કે. મહેશ્વરી, કાંતિ લોંચા સહિતના રાજકીય, સામાજીક, ધાર્મિક ક્ષેત્રના મહાનુભાવો તેમજ આસપાસના ગામોના ભાવિકો-સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં, તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સતાદાદા સેવા સમિતિના સ્વયંસેવકો કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન જિ.પં. સભ્ય વસંતભાઈ વાઘેલાએ કર્યું હતું. આભાર વિધિ મોહનભાઈ ચાવડાએ
કરી હતી.