સતત ચોથા દિવસે અબડાસા-અંજારમાં મેઘરાજાની હાજરી

નલિયા : અષાઢ માસના પ્રારંભથી કચ્છમાં શરૂ થયેલો વરસાદે આજે ચોથા દિવસે પણ હાજરી પુરાવી હતી. જે બપોરના સાડા બાર વાગ્યાના અરસામાં અબડાસા તાલુકાના વાયોર, ઐડા, બુટ્ટા, ગોયલા, મોખરા સહિતના વિસ્તારમાં મેઘરાજાએ ઝરમર વરસાદરૂપી વરસીને હાજરી પુરાવી હતી. આજે સવારથી અબડાસા તાલુકામાં અસહય બફરા વચ્ચે બપોરે વરસાદ વરસ્તા વાતાવરણમાં ઠંડી પ્રસરી હતી. વરસાદથી ખેડૂત, માલધારી વર્ગમાં આનંદની લાગણી ફેલાઈ હતી. અને વધુ વરસાદ આવવાની આશ જાગી હતી. અંજારમાં આજે બપોરના એક વાગ્યા બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. તાલુકાના આસપાસના ગામોમાં પણ પાણી વહી નીકળ્યા હતા