સણોસરા-મોથાળા-તેરાની આંગણવાડીમાં કિશોરીઓ અંગે કાર્યક્રમ ન યોજાતા ખૂલાસો મંગાયો

તેરા આંગણવાડીમાં ચોપડે ઘઉં-તેલનો જથ્થો નીલ અને ભૌતિક ચકાસણીમાં ૧૮,પ૦૦ ગ્રામ જથ્થો મળી આવતા વર્કરની લાપરવાહી થઈ છતી

ભુજ : અબડાસા તાલુકામાં આવેલી આંગણવાડીઓની જિલ્લા આઈસીડીએસ વિભાગ દ્વારા આકસ્મિક મુલાકાત લેવાઈ હતી, જેમાં સણોસરા, મોથાળા અને તેરા ગામે આવેલી આંગણવાડીમાં અગાઉથી જાણ કરવા છતાં કિશોરીઓ અંગે કાર્યક્રમ ન યોજી ઉપરી સૂચનાનો વર્કરોએ ભંગ કર્યો હતો તેમજ તેરા આંગણવાડીમાં ચોપડે અનાજનો જથ્થો નીલ બતાવાયો જ્યારે ભૌતિક ચકાસણીમાં ૧૮,પ૦૦ ગ્રામ અનાજ મળી આવતા વર્કરોના ખૂલાસા માંગવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા કિશોરીઓ માટે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાનો ૧ દિવસીય કાર્યક્રમ મંગળવારે જિલ્લામાં રખાયો હતો, જેથી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ દ્વારા આકસ્મિક મુલાકાત લેવાઈ હતી, જેમાં નખત્રાણા તાલુકાના માધાપર, અબડાસા ઘટક-૨ ના સણોસરા, મોથાળા ૧, , , ૪ અને તેરા -૩ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં સણોસરા, મોથાળા ૧, , , ૪ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યક્રમની જાણકારી હોવા છતાં કાર્યક્રમ કરવામાં આવ્યો ન હતો. જ્યારે તેરા ગામની આંગણવાડી કાર્યકર હાજર હોવા છતાં કાર્યક્રમ કર્યો ન હતો.  ઉપરાંત આંગણવાડી કેન્દ્રમાં પૂરક પોષણના જથ્થાની ચકાસણી કરી ટીએચઆર જથ્થો વિતરણ કર્યા વિનાનું પડી રહેલ હતું. ઉપરાંત સુખડી બનાવવા માટે ઘઉં-તેલનો જથ્થો પેપર ઉપર નીલ હોવા છતાં ભૌતિક ચકાસણી કરતા ૧૮,૫૦૦ ગ્રામ જેટલો જથ્થો ઉપલબ્ધ હતો. આ જથ્થા બાબતે આંગણવાડી કાર્યકરને પૂછતા કોઈ જવાબ ઉપલબ્ધ ન હતો. મુખ્ય સેવિકા તેરા-૧ સ્થળ ઉપર હાજર હોતા તેમના દ્વારા પણ આંગણવાડી કેન્દ્ર નિયમિત ખોલવામાં આવતું નથી અને સમયસર સુખડી બનાવી વિતરણ કરવા બાબતે અપાયેલી સૂચનાઓનો ભંગ થયો હતો. આ બાબતે તમામ આંગણવાડી વર્કરોને નોટિસ આપી સુપરવાઈઝરના અભિપ્રાય સાથેે સીડીપીઆને શિક્ષાત્મક કાર્યવાહીના પગલાં સબબ જિલ્લા કચેરીએ ૧૦ દિવસમાં જાણ કરવા જણાવાયું છે. આ મુલાકાત દરમિયાન તેરા સેજાના મુખ્ય સેવિકા સુરભીબેન ડોડીયા, ડિસ્મુ બ્લોક કો-ઓર્ડીનેટર રાજેશભાઈ ફૂફલ સાથે રહ્યા હતા.