સણોસરામાં દેરાસર – મંદિર – મકાનમાં ચોરીનો પ્રયાસ

નલિયા : અબડાસા તાલુકાના સણોસરા ગામે તસ્કરોએ બે ધાર્મિક સ્થાન તેમજ મકાનને નિશાન બનાવ્યા હતા. સદ્દનસીબે કોઈ ચીજવસ્તુની ચોરીસ નહીં થતાં ગ્રામજનો તથા પોલીસે રાહતનો દમ લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ અબડાસા તાલુકાના સણોસરા ગામે આવેલ જૈન દેરાસર તથા આશાપુરા માતાજીના મંદિર અને એક મકાનના દરવાજાના તાળાં તોડી ચોરીનો પ્રયાસ કરાયો હતો. ગઈકાલે વહેલી પરોઢના પથી પ.૩૦ના અરસામાં બનેલ ચોરીના બનાવ અંગે ગામના સરપંચ પ્રેમીલાબેન ધનજી નાગડાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ ડી.એમ. ઝાલાએ તપાસ હાથ ધરી હતી. જૈન દેરાસર, આશાપુરા મંદિર અને મકાનમાં ચોરીની કોશિશથી ગ્રામજનોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.