સંસદીય સચીવ વાસણભાઈ આહીરની હૃદયરોગની સફળ શસ્ત્રક્રીયા : સુધારા પર તબિયત : સીએમ રૂપાણીએ પુછયા ખબર-અંતર

ગુજરાતના મુખ્યપ્રધાન વીજયભાઈ, કેશુભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી
સહિતના દિગ્ગજા તથા શુભચિંતકોએ સંસદીય સચિવશ્રી આહીરની તબિયતના પુછ્યા ખતરઅંતર

 

અંજારના યુવા સંમેલન દરમ્યાન પ્રેસર હાઈ થતા છાતીમાં થયો દુઃખાવો : સારવાર અર્થે તાત્કાલિક સ્ટર્લિંગ હોસ્પીટલમાં ખસેડાયા બાદ તબીયત સુધારા પર

ગાંધીધામ : સંસદીય સચિવ વાસણભાઈ આહીરની તબિયત એકાએક લથડતા તેમને ગાંધીધામની ર્સ્ટલિંગ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. અંજારમાં યોજાયેલા યુવા સંમેલનનાં કાર્યક્રમ દરમિયાન તેમને હળવો હાર્ટ એટેક આવતા તબિયત લથડી હતી. અને હોસ્પિટલમાં ખસેડાયા બાદ મોડી સાંજે તેઓ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યુ હતુ. તેમણે પોતે જ વિડિયો વાયરલ કરીને પોતાની તબીયત સારી હોવાનું કહ્યું હતું.
નોધનીય છેકે, વાસણભાઈ આહીરની તબિયત લથડયાના સમાચાર વાયુવેગે ગત રોજ સાંજથી જ ફેલાઈ જવા પામતાની સાથે જ રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, કેશુભાઈ પટેલ સહિતના મોભીઓ, આગેવાનો, કચ્છ-ગુજરાતભરમાંથી તેઓના ખબર અંતર પુછયા હતા.
ગઈકાલે સાંજે પાંચ વાગ્યે સંસદીય સચિવ વાસણભાઈ આહીરનો કાર્યક્રમ અંજારમાં હતો. અંજારનાં ટાઉનહોલ ખાતે યુવા ભાજપ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી વિજય ટંકાર યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ યુવા સંમેલનમાં સંસદીય સચિવ વાસણભાઈ આહીરે ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન સાંજે ૬ઃ૧૦ કલાકે તેમની તબિયત અચાનક લથડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગરમી લાગવાને કારણે તેમના બ્લડ પ્રેસર વધી ગયા હતા. અને હળવો હાર્ટ એટેક આવતા તબિયત લથડતા તેમને પ્રથમ અંજારની શ્યામ સુંદર હોસ્પિટલમાં ડો. ઝોટા પાસે ખસેડાયા હતા. ત્યાં પ્રથમિક સારવાર આપ્યા બાદ ડો. ઝોટાએ ગાંધીધામની ર્સ્ટલિંગ હોસ્પિટલમાં સારવાર લેવાનું સુચવ્યુ હતુ. અને ત્યાર બાદ સંસદીય સચિવ વાસણભાઈ આહીરને તાબડતોબ ર્સ્ટલિંગ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જ્યાં તેમની સારવાર બાદ તબિયત એકદમ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતુ. તેમની તબિયતના નાદુરસ્ત સમાચાર વહેતા થતા તેમના પરિવારજનો, શુભચિંતકો, ભાજપનાં મોવડીઓ અને કાર્યકરોમાં ચિંતા છવાઈ ગઈ હતી. રાજ્યકક્ષા તેમના સાથી મિત્રો, મંત્રીઓ, વિધાનસભાના સાથી સદસ્યો, કચ્છનાં વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોનાં ફોન તમની તબિયતની પૃચ્છા માટે રણકી ઉઠ્‌યા હતા. જો કે ર્સ્ટેલિંગમાં તેમને સારવાર મળતા કલાકોમાં તેઓ સ્વસ્થ હોવાનું જાણવા મળતા સૌએ હાસકારો આનુભવ્યો હતો. સાથે ખુદ વાસણભાઈએ પણ પોતાના શુભચિંતકોમાં ચિંતા ન ફેલાય તે માટે વિડિયો મેસેજ વાયરલ કરીને પોતાની તબીયત સ્વસ્થ હોવાની માહિતી આપી હતી.