સંસદના બીજા તબક્કાના બજેટ સત્રમાં અનિશ્ચિતતાના વાદળો

બીજા તબક્કાના આરંભમાં જ હોબાળા યથાવતઃ વિપક્ષો આકરા મૂડમાં

નવી દિલ્હી : સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના આરંભમાં ઉહાપોહ છવાઈ ગયો છે. વિપક્ષો પીએનબી કૌભાંડમાં સરકારને ભીંસમાં લેવા માટે કૂણા પડવા જરાય તૈયાર નથી.
સરકાર પણ વિપક્ષોની ભીંસ તથા સાથી પક્ષોને દબાણ સામે નમતું જોખવા જરાય તૈયાર નથી. સરકાર અને વિરોધ પક્ષોની સાઠમારીને ધ્યાનમાં લેતાં બીજા તબક્કાના સંસદના બજેટ સત્ર પર સંકટના વાદળો ઘેરાયા છે. આમછતાં સરકાર મંગળવારે નાણાકીય વિધેયક પસાર કરવાનો પસાર કરનાર છે.લોકસભા અને રાજયસભાની કાર્યવાહી સોમવારે પણ થોડા સમય પછી સમગ્ર દિવસ માટે મોકૂફ જાહેર કરાઈ હતી.