સંવેદના દિન નિમિત્તે ૫૭ જેટલી વિવિધ સેવાઓ નાગરિકોને એક જ સ્થળે મળશે

વિવિધવિભાગો દ્વારા સંલગ્ન સેવાઓનો તત્કાલીક લાભ મેળવશે લાભાર્થીઓ

રાજ્ય સરકારને પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે ઓગષ્ટ માસની ૨જી તારીખે સંવેદના દિનનું આયોજન જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવનાર છે. ‘સંવેદના દિન’ નિમિત્તે યોજાનાર આ સેવસેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને એક જ સ્થળેથી સરકારની વિવિધ યોજનાઓના લાભ મળી રહે તે હેતુસર કચ્છ જિલ્લાની ૦૭ નગરપાલિકાઓ તેમજ ૧૦ તાલુકાઓને મળીને કુલ- ૧૭ સ્થળો પર સેવા સેતુ કાર્યક્રમો યોજવામાં આવશે.

જે અંતર્ગત એક જ સ્થળેથી નાગરિકોને સરકારના વિવિધ વિભાગોની આશરે ૫૭ જેટલી સેવાઓનો લાભ નાગરિકોને પ્રાપ્ત થશે જેમાં જેમાં સામાન્ય વહિવટી વિભાગ દ્વારા આધાર કાર્ડ,આધાર કાર્ડ સંલગ્ન મોબાઇલ નંબર પરિવર્તનની સેવા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ દ્વારા રાશન કાર્ડમાં નામ દાખલ કરવું, રાશન કાર્ડમાં નામ કમી કરવું, રાશન કાર્ડમાં નામમાં સુધારો કરવો જેવી સેવાઓ, આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જાતિ પ્રમાણપત્ર (સૌરાષ્ટ્રના જિલ્લાઓ સિવાય), કુંવરબાઈનું મામેર સહાય યોજના, ફ્રી શીપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમ્યાન જેવી સેવાઓ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દિવ્યાંગતા પ્રમાણપત્ર, કસ્તુરબા પોષણ સહાય યોજના, પી.એમ.જે. માં (અરજી), હેલ્થ વેલનેસ કાર્ડ (ડાયાબીટીઝ અને બી.પી.ની ચકાસણી) જેવી સેવાઓ, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ દ્વારા ઘરેલું નવા વીજ જોડાણ (અરજી)ની સેવા, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મેડીસીન સારવાર, પશુઓની ગાયનેકોલોજીકલ સારવાર, સર્જિકલ સારવાર, ડીવર્મીંગ, રસીકરણ, કૃત્રિમ બીજદાન, કિશાન ક્રેડીટ કાર્ડ – નવું કાર્ડ તથા ક્રેડીટ મર્યાદામાં વધારો જેવી સેવાઓ, નાણા વિભાગ દ્વારા  આધાર કાર્ડનું બેન્ક એકાઉન્ટ સાથે જોડાણ, મોબાઈલ નંબર સાથે બેન્ક એકાઉન્ટનું જોડાણ, નવું બેન્ક એકાઉન્ટ ખોલાવવું, જનધન યોજના અન્વયે બેંક એકાઉન્ટ ખોલાવવું, પ્રધાનમંત્રી જીવન જયોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, અટલ પેન્શન યોજના, ભીમ એપ, કેસલેસ લીટરેસી (ડીઝીટલ ટ્રાન્ઝેકશન લીટરેસી) જેવી સેવાઓ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આવકનો દાખલો, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, મિલકત આકારણીનો ઉતારો, જન્મ મરણના પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર જેવી સેવાઓ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા લર્નીંગ લાઇસન્સ, બસ કન્સેસન પાસ – સિનિયર સીટીઝન માટે, બસ કન્સેસન પાસ – સામાન્ય લોકો માટે જેવી સેવાઓ, મહેસૂલ વિભાગ દ્વારા સાતબાર આઠ-અના પ્રમાણપત્રો, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, કુટુંબીક સહાય યોજના, રેવન્યુ રેકર્ડ માટે વારસાઈ અરજી’ જેવી સેવાઓ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા જાતિ પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ), નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર,  રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના, વૃદ્ધ નિરાધાર સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (અરજી સ્વીકારવી), બસ કન્સેશન પાસ- વિકલાંગ માટે, UDID ક્રાર્ડનું રજીસ્ટ્રેશન, સમાજ કલ્યાણ અનુસૂચિત જાતિની સેવાઓ (અરજી), કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના, ફી શીપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમ્યાન, ઓનલાઇન અરજી ડો. આંબેડકર આવાસ યોજના, કોવિડ -૧૯ મહામારીના સમયગાળા દરમ્યાન અનાથ બનેલ બાળકોને સહાય માટેની અરજીઓ સ્વીકારવી જેવી સેવાઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આઈસીડીએસ બાળકોના આધાર કાર્ડ, વિધવા સહાયની સહાય તેમજ  શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા માન.મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજનાની અરજીઓનો સ્વીકાર કરવો વગેરે જેવી સેવાઓ પૂરી પાડવામાં આવશે.