સંઘ ફરી રામના શરણે : ભાગવતનો સંકેત

આરએસએસના વડાએ ફરી ઉઠાવ્યો રામ મંદિરનો મુદ્દો, કહ્યું- જ્યાં મંદિર હતું ત્યાં ફરી બનાવીશું : અયોધ્યામાં મંદીર નહી બને તો સંસ્કૃતીના મુળીયા જ કપાઈ જશે : આરએસએસની લાલબત્તી

પાલઘરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે રામ મંદિર બનાવવાને લઇને વધુ એકવાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમે અયોધ્યામાં રામ મંદિર બનાવીશું. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાનૂમાં વિરાટ હિન્દુ સંમેલનને સંબોધિત કરતા ભાગવતે કહ્યું કે, રામ મંદિર ફરીથી બનાવવામાં ન આવ્યું તો
આપણી સંસ્કૃતિની મૂળિયા કપાઇ જશે.આરએસએસ પ્રમુખે કહ્યું કે, ભારતમાં મુસ્લિમ સમુદાયે રામ મંદિર તોડ્‌યું નથી.
ભારતીય નાગરિક આ પ્રકારનું કાર્ય કરી શકે નહીં. ભારતીયોનું મનોબળ તોડવા