શ્રી અતિરાગ ચપલોતે મદદનીશ કલેકટર ભુજ તરીકે હવાલો સંભાળ્યો

વર્ષ ૨૦૧૯ની IAS બેચના શ્રી અતિરાગ ચપલોતે આજ રોજ મદદનીશ કલેકટર ભુજ તરીકે હવાલો સંભાળી લીધો છે. મુળ રાજસ્થાન ઉદયપુર જિલ્લાના માવલી તાલુકાના સનવાડ ગામના વતની શ્રી ચપલોત ડિસ્ટ્રીકટ પ્રેકટિકલ ટ્રેનીંગ હેઠળ સૂરત ખાતે તાલીમી IAS તરીકે ફરજ બજાવી ભુજ ખાતે મદદનીશ કલેકટર તરીકે નિમણુંક પામ્યા છે. તેમણે ધોરણ ૧૨ સુધી ઉદયપુર અને બી.કોમ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ મુંબઇ ખાતે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં ૧૬ રેન્કે ઉર્તીણ થયેલાં છે. તેમજ ભારતીય સનદી સેવા IAS માં ૧૫મા ક્રમાંકે ઉર્તીણ થયેલા છે. બે વર્ષની તાલીમ બાદ આજે મદદનીશ કલેકટર ભુજ તરીકે ચાર્જ સંભાળતા તેમનું મુખ્ય લક્ષ્ય વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-૧૯ને કન્ટ્રોલ કરવો તેમજ વેકસીનેશન અભિયાનને સાર્થક કરવું છે તેમજ વિકાસના કામો તેમની પ્રાથમિકતામાં છે.