શ્રીલંકન બેસ્ટમેન અવિષ્કા ફર્નાડો ઈજાના કારણે ઇંગ્લેન્ડ સામે વનડે સિરિઝમાંથી બહાર

(જી.એન.એસ)કોલંબો,ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે મેચની સિરિઝના થોડા સમય પહેલા શ્રીલંકા ક્રિકેટ ટીમને મોટો ફટકો લાગ્યો છે. ટીમના સ્ટાર બેસ્ટમેન અવિષ્કા ફર્નાડોને ઈજા થવાના કારણે ટીમમાંથી બહાર થવું પડ્યું હતું. અવિષ્કાએ ઇંગ્લેન્ડ સામે જ ત્રણ ટી-૨૦ મેચોની શ્રેણીની બીજી મેચમાં ફિલ્ડિંગ દરમિયાન ઇજા પહોંચી હતી. આ ઇજાના કારણે તે ત્રીજી મેચમાં નહીં રમી શકે.શ્રીલંકા ક્રિકેટ બોર્ડના એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું છે કે અવિષ્કાને ફિલ્ડિંગ દરમિયાન ગ્રેડ-૨ને ઇજા થઈ છે. તેમને નસો ખેંચાયા હતા. જેના કારણે તેઓ વન-ડે સિરિઝમાં હવે નહીં રમી શકે.અવિષ્કા માટે આ ઇજા ખુજ બ નિરાશ કરનારી છે. કારણે કે કોરોના મહામારી બાદ તેમને નેસનલ ટીમની સાથે ઇંગ્લેન્ડમાં આ પહેલો પ્રવાસ હતો. આ પહેલા તેઓ વેસ્ટઇન્ડિઝ અને બાંગ્લાદેશના પ્રવાસ દરમિયાન પણ ટીમની સાથે ન જઇ શક્યા.
જ્યારે અત્યારની ઇંગ્લેન્ડ પ્રવાર દરમિયાન શ્રીલંકાની ટીમનું પ્રદર્શન અત્યાર સુધી ફૂક્યું રહ્યું છે. અહીં ટીમે ત્રણ ટી-૨૦ મેચોની સિરિઝ ચમી ચુકી છે. જેમાં ૩-૦ની કરારી હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકાની ટીમ મેજબાન ઇંગ્લેન્ડ સામે એક પણ મેચ જીતવામાં સફળ રહ્યું નથી.