શ્રીનગર-જમ્મુ હાઇવે પર પોલીસ વાન પર આતંકી હુમલો : એક જવાન શહીદ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં રાજ્ય સરકારના પતનના બીજા દિવસે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર ગલાંદર નજીક બાઇપાસ પંપોર પાસે આતંકવાદીઓ પોલીસ ગાડી પર હુમલો કર્યો છે જેમાં એક જવાન શહીદ થયા છે અને જ્યારે અન્ય બે ઘાયલ થયા છે.નપોલીસના જણાવ્યાનુસાર આતંકવાદીઓએ પંપાર વિસ્તારમાં ભારતીય રીઝર્વ પોલીસની ૧૭મી બટાલિયનની ગાડીને નિશાન બનાવ્યું હતું. આતંકવાદીઓએ અંધાધૂધ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. ફાયરિંગમાં ઇજા પામેલ જવાનોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.
જો કે ઇજાગ્રસ્ત તનવીર શહીદ થઇ ગયા છે. પોલીસની વાનમાં ઘણા પોલીસકર્મીઓ હતા. ઇજાગ્રસ્ત જવાનનું તબીબોએ ઓપરેશન કર્યું પરંતુ બચાવી શક્યા નહોતા. આતંકી હુમલામાં ૩ પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા હતા.જમ્મૂ-કશ્મીરના શ્રીનગરમાં પામ્પોર પાસે આતંકવાદીઓએ પોલીસની ગાડી પર હુમલો કર્યો. આતંકીઓએ અંધાધૂધ ફાયશરગ કરતા એક પોલીસ કોન્સ્ટેબલ તનવીરનું મોત થયું હતુ અને બે પોલીસ કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે ખસેડાયા છે