શ્રીદેવીની સાડી પહેરી જાહ્નવીએ સ્વીકાર્યો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર!

65મી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભમાં, બોની કપૂર ગુરુવારે તેમની પુત્રી જાહ્નવી કપૂર સાથે આવ્યા હતા. સમારંભમાં, શ્રીદેવીને તેણીની છેલ્લી ફિલ્મ ‘મોમ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

શ્રીદેવી વતી, તેમના પરિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આપવામાં આવેલો આ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ સમારંભમાં, શ્રીદેવીની પુત્રી જાહ્નવી તેની માતાની સાડીમાં પહોંચી હતી. તે આ સાડીમાં તેની માતા જોવી સુંદર લાગી રહી હતી.