શ્રાવણના પ્રથમ દિવસે કચ્છમાં જુગાર રમતા પ૩ ખેલીઓ પાંજરે પુરાયા

રોકડ – મોબાઈલ સહિત ૩ લાખનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત

ભુજ : શ્રાવણના પ્રથમ દિવસે કચ્છમાં જુગાર રમતા પ૩ ખેલીઓને સ્થાનિક પોલીસે રોકડ મોબાઈલ સહિત કુલ ૩ લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. ઝડપાયેલા ખેલીઓમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.મિરજાપર : ભુજ તાલુકાના મિરજાપર ગામે આવેલા કોલીવાસમાં જુગાર રમતા ૯ ખેલીઓ રોકડા રૂપિયા ૪૬,૦૧૦ અને ર૧,પ૦૦ના ૭ મોબાઈલ સાથે ઝડપાયા હતા. જેમાં ખેલીઓમાં શાન્તિ હાસમ કોલી, રવજી વિશ્રામ કોલી, ભુપેનપુરી ભોજપુરી ગોસ્વામી, શામજી ભીખા કોલી, દીપક હુશેન કોલી, કિશન હુશેન કોલી, ભીમજી સામત કોલી, સુલતાન જરાદ નોડે અને કરીમ જુમા નોતિયારનો સમાવેશ થાય છે.સંજોગનગર : તો સંજોગનગર મોટા પીર ચોકડી પાસે મહમદઅસલમ અબ્દુલશકુર સૈયદના ઘરમાં પોલીસે દરોડો પાડી ૭ જુગારીઓને રોકડા રૂપિયા ૪૧,૧૧૦ અને ૧૬ હજારના પાંચ મોબાઈલ સાથે ઝડપી લીધા હતા. જેમાં મહમદઅસલમ સાથે ઈબ્રાહીમ લતીફ ફકીર, મામદ હાસમ કાતિયાર, ઈકબાલ જુસબ પૈયા, ઈકબાલ હુશેન કેવર, જેબુનીશા મુમતાઝ મામદ ખત્રી, રોશનબેન જુસબ સમાની અટકાયત કરાઈ હતી.
મચ્છીયારા ફળિયા : આ તરફ જુગારનો ત્રીજો દરોડો શહેર એ ડિવિઝન પોલીસે હાથીસ્થાન સ્કૂલ પાસે મચ્છીયારા ફળિયામાં રહેતા હમીદા જુસબ છારેજાના ઘરમાં પાડ્યો હતો. જયાં રોકડા રૂપિયા ૧૧,રર૦ના મુદ્દામાલ સાથે વધુ ૯ ખેલીઓ દબોચાયા હતા. જુગારીઓમાં હમીદા જુસબ છારેજા, જુબેદા ઉમર કેવર, કુલસુમબાઈ ઈસ્માઈલ સંઘાર, શહેનાઝ અનવર છારેજા, આબેદાબેન અનવર છારેજા, ઝુબેદાબેન જમેલહુશેન છારેજા, રૂકિયાબાઈ ઈસ્માઈલ સમેજા, હલીમાબેન જુસબ સુમરા અને હારૂન મામદ માણેકનો સમાવેશ થાય છે.વિથોણ : નખત્રાણા તાલુકાના વિથોણ ગામે ધોરા તળાવ પાસે જંગલમાં ધાણી પાસાનો જુગાર રમતા ચાર ખેલીઓ અબ્દુલ ઇબ્રાહિમ રાયમા, મામદ હુસેન ઇસ્માઇલ મિયાજી, પાર્સ વિનોદ વાળંદ, પ્રેમજી ડાયા બુચિયાને રૂા. ૩૩૩૦ રોકડા તેમજ મોબાઈલ સહિત ૧૦,પ૦૦ના મુદામાલ નખત્રાણા પોલીસે પકડી પાડ્યા હતા.મથલ : નખત્રાણાના મથલ ગામે ધાણી પાસાનો જુગાર રમતા પાંચ ખેલીઓ ગુલામહુશેન દાઉદ ચાકી, જુમા અલીમામદ કુંભાર, આદમ ઈસ્માઈલ સમા, રમજાન સંઘાર, રજાક અલીમામદ કુંભાર ૪,ર૦૦ની રોકડ તેમજ ૩ મોબાઈલ મળી ૮,ર૦૦ના મુદ્દામાલ સાથે નખત્રાણા પોલીસના હાથે ઝડપાયા હતા.
પારકરવાંઢ : રાપર તાલુકાના દેશલપર ગામની પારકરવાંઢમાં બાલાસર પોલીસે છાપો મારી જુગાર રમતા છ ઈસમો સુરા હરી ગોહિલ, જગા સામતા કણબી, ભીમા કરમશી કોલી, નાનજી ગણેશા પટેલ, દિલાવરસિંહ પ્રવીણસિંહ વાઘેલા, ગોવિંદ વાલા ગોહિલની રોકડા રૂપિયા ૩૧,૪૦૦ અને બાઈક અને મોબાઈલ મળી ૬૯,૭૦૦ના મુદ્દામાલ સાથે અટકાયત કરાઈ હતી.જખૌ : અબડાસા તાલુકામાં જખૌ બંદર બજારથી પાંચપીર જવાના જાહેર રસ્તા પર જુગાર રમતા ચાર ખેલીઓને જખૌ મરીન પોલીસે ૩,૩૬૦ની રોકડ સાથે ઝડપી પાડયા હતા. ખેલીઓમાં ફરીદ ઈસ્માઈલ ભેસલીયા, દેશરઅલી કોલી, કારા ફકીર કોલી અને રમેશ જેઠાભાઈ જાગરિયાનો સમાવેશ થાય છે.મહેશ્વરીનગરઃ ગાંધીધામના મહેશ્વરીનગર ઝુપડામાં હારજીતનો જુગાર રમતા ૭ ખેલીઓ રોકડા રૂપિયા ૧પ,૮૦૦ અને મોબાઈલ સહિત ૪૭,૩૦૦ના મુદામાલ સાથે દબોચાયા હતા. ખેલીઓમાં તળસીભાઈ બચુભાઈ ગવાણીયા, જયેશ રામચંદ રાઠોડ, રાહુલ અશોકભાઈ પવૈયા, પૂનાભાઈ સવાભાઈ ચૌહાણ, ભાવેશ વિનોદભાઈ વાઘેલા, રસુલ ઓસમાણ ઘાંચી અને મુકેશ મધુભાઈ ઝાલાનો સમાવેશ થાય છે.આદિપુર : સ્થાનિક પોલીસે વોર્ડ -૬ એમાં બાવળોની ઝાડી વચ્ચે હાર-જીતનો જુગાર રમતા ર શખ્સો જીવણભાઈ મંગળાભાઈ સોલંકી, વાલજીભાઈ અરજણભાઈ ગઢવીને રોકડા રૂપિયા ર૧,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.