શ્રમજીવી પરિવારો માટે દિપાવલી સમાન માહોલ

ભુજ : મતગણતરી સ્થળ પર શ્રમજીવીઓ માટે વિશેષ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કોઈ પણ  પક્ષના ઉમેદવાર જીતે કે હારે તેના કોઈપણ હરખશોશ વિના પેટીયું રળવા પહોંચેલા શ્રમજીવીઓને તડાકો પડ્‌યો હોવાનું જાણવા મળ્યું હતું.આજે વહેલી સવારથી જ ફુલહાર, ચા-નાસ્તો, પાનમસાલા, પાણીના
પાઉચ, અખબારો વગેરેનું વેંચાણ કરવા મોટી સંખ્યામાં શ્રમજીવીઓ ઉમટ્યા હતા. વિજયી ઉમેદવારનું હારતોરણથી સન્માન કરવા ઈચ્છુક સમર્થકોએ ફુલહાર એડવાન્સમાં જ ખરીદી લીધા હતા. તો ઢોલ શરણાઈ વાદકોનું બુકીંગ પણ એડવાન્સમાં જ કરી લેવાયું હતું. મતગણના સ્થળેથી જ વિજયી સરઘસ કાઢવા ઈચ્છુક સમર્થકો ફટાકડા સાથે થનગની ઉઠ્‌યા હતા. ફાઈનલ
પરિણામ જાહેર થાય તે  પહેલાથી જ આગળ ચાલી રહેલા ઉમેદવારના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.